- ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતના જીડીપીમાં 7.7%ના ઘટાડાનું અનુમાન
- આ પહેલા વર્ષ 2019-20માં આર્થિક વૃદ્વિદર 4.2 ટકા રહ્યો હતો
- કૃષિ ક્ષેત્રને બાકાત રાખતા અર્થતંત્રના તમામ સેક્ટરમાં ઘટાડો નોંધાશે
નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે દેશનું અર્થતંત્ર પ્રભાવિત થયું છે ત્યારે સરકારી આંકડા અનુસાર ચાલુ નાણાકિય વર્ષ 2020-21 દરમિયાન ભારતની જીડીપીમાં 7.7 ટકાના ઘટાડાનું અનુમાન છે. આ પહેલા વર્ષ 2019-20માં આર્થિક વૃદ્વિદર 4.2 ટકા રહ્યો હતો. NSO દ્વારા જારી કરાયેલા રાષ્ટ્રીય આવકનાં પહેલા અગ્રિમ અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે કૃષિ ક્ષેત્રને બાકાત રાખતા અર્થતંત્રના તમામ સેક્ટરમાં ઘટાડો નોંધાશે.
NSO અનુસાર વર્ષ 2021-21માં સ્થિર મૂલ્ય પર વાસ્તવિક જીડીપી 134.40 લાખ કરોડ રૂપિયા રહે તેવું અનુમાન છે, ત્યાં જ 2019-20માં જીડીપીનાં પ્રારંભનું અનુમાન 145.66 લાખ કરોડ રહ્યું છે, વર્ષ 2020-21માં વાસ્તવિક જીડીપીમાં અનુમાન મુજબ 7.7 ટકાનો ઘટાડો આવશે, આ પહેલા વર્ષ 2019-20માં જીડીપીનો વૃદ્વિદર 4.2 ટકા રહ્યો હતો.
ઇન્ડિયા રેટિંગનાં બીજા ત્રિમાસિકમાં અર્થતંત્રમાં આશાથી વધુ સુધારાને જોતા ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં ઘટાડાનાં પોતાના અનુમાનને ઘટાડીને 7.8 ટકા કરી દીધું હતું, આ પહેલા રેટિંગ એજન્સીએ ચાલુ નાણાકિય વર્ષમાં અર્થતંત્રમાં 11.8 ટકાનાં ઘટાડાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, જો કે તે સાથે જ ઇન્ડિયા રેટિંગ્સે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં આવેલા સુધારાનાં ટકાઉં હોવાનાં પર પણ સવાલો ઉઠાવ્યા છે.
રેટિંગ એજન્સીએ કહ્યું કે આ જ પ્રમાણે તેમનું અનુમાન છે કે ચાલું નાણાકિય વર્ષમાં જીડીપીમાં 7.8 ટકાનો ઘટાડો આવશે, આ પહેલા જીડીપીમાં 11.8 ટકાનાં ઘટાડાનું અનુમાન હતું, ઇન્ડિયા રેટિગ્સનાં મુખ્ય અર્થશાસ્ત્રી દેવેન્દ્ર પંતએ એક રિપોર્ટમાં કહ્યું કે ચાલું નાણાકિય વર્ષનાં નબળા તુલનાત્મક આધાર પ્રભાવનાં કારણે 2021-22માં ભારતીય અર્થતંત્ર 9.6 ટકાની વૃધ્ધી નોંધાવશે.
(સંકેત)