Site icon Revoi.in

સોનાની કિંમતમાં 11 દિવસમાં થયો 4 હજારનો ઘટાડો, જાણો સોના-ચાંદીના ભાવ

Social Share

અમેરિકામાં આવેલી મંદી અને બેરોજગારીને કારણે સોનાના ભાવમાં ફરીથી તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાની કિંમત ફરી 1940 ડૉલર પ્રતિ ઔંસ પહોંચી ગઇ છે. જો કે ગત સત્રમાં પ્રારંભિક કારોબારમાં ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતીના કારણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો.

મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સના નબળા આંકડાને કારણે આર્થિક રિકવરીની આશા પર પાણી ફરી વળતા સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.

નિષ્ણાતોનું માનવું છે કે હાલના સ્તર પર સોનાની કિંમતો હજુ ઘટે તેવી સંભાવના છે. ટેકનિકલ ચાર્ટ પર હવે સોનું નબળું પડી રહ્યું છે.

દિલ્હીના સરાફા બજારમાં 99.9 ટકા શુદ્વતા વાળા સોનાના ભાવ રૂ.54,311 પ્રતિ 10 ગ્રામથી ઘટીને રૂ.52,819 થયા હતા. આ દરમિયાન કિંમતો 1492 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી હતી. મુંબઇમાં 99.9 ટકા વાળા સોનાના ભાવ ઘટીને રૂ.52528 પ્રતિ 10 ગ્રામ થયું છે. ગુરુવારે ચાંદી રૂ.69,400થી ઘટીને રૂ.67924 પર આવી ગયું છે.

મહત્વનું છે કે ઓગસ્ટ માસના બીજા કારોબારી સપ્તાહ દરમિયાન સોનાની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 10 ઑગસ્ટે સોનાના હાજર ભાવ રૂ.56 હજાર પ્રતિ 10 ગ્રામે પહોંચ્યા હતા. 17 ઓગસ્ટ સુધીમાં તેમાં 2641 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ ઘટાડા સાથે સોનાના ભાવ રૂ.52874 થયા હતા. આમ સોનાના ભાવમાં 4000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

(સંકેત)