Site icon Revoi.in

સેન્સેક્સમાં તેજી છતાં ગોલ્ડમેન સાશે ભારતીય ઇક્વિટી માર્કેટનું રેટિંગ ઘટાડ્યું

Social Share

નવી દિલ્હી: આ વર્ષ દરમિયાન શેરબજારમાં પૂરજોશમાં તેજી જોવા મળી રહી હોવા છતાં વૈશ્વિક રેટિંગ એજન્સી ગોલ્ડમેન સાશને ભારતીય ઇક્વિટી માર્કેટ આકર્ષક લાગતું નથી. ગોલ્ડમેન સાશે ભારતીય ઇક્વિટી માર્કેટ્સનું રેટિંગ એક સ્થાન ઘટાડીને માર્કેટ વેટ કરી દીધું છે.

ભારતીય શેરબજારની વેલ્યૂએશનમાં અતિશય વધારાને કારણે એવી સ્થિતિનું સર્જન થયું છે કે મોર્ગન સ્ટેન્લી, યુબીએસ અને નોમુરા જેવી ફર્મે ભારતીય શેરબજાર પ્રત્યેનું પોતાનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે.

એમએસસીઆઇ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સમાં 0.76 ટકાના ઘટાડાની તુલનાએ, ભારતીય શેરમાં સરળ ધિરાણનીતિ, ઝડપી રસીકરણ અને અર્થવ્યવસ્થા ફરીથી ખુલવાથી વર્ષ 2021માં લગભગ 28 ટકાની તેજી આવી છે.

ગોલ્ડમેન સાશે અનુસાર, અમારું માનવુ છે કે, ભારતીય ઇક્વિટી માર્કેટ્સ માટે રિસ્ક- રિવર્ડ હાલના સ્તરે ઓછું આકર્ષક છે. આગામી વર્ષે સંભવિત મજબૂત ચક્રિય અને લાભકારક રિફોર્મ્સ હાલની ઉંચી વેલ્યૂએશન પર સકારાત્મક છે, જો કે બજારને ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો અને અમેરિકામાં ધિરાણનીતિ કડક થવી જેવા અન્ય પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

ગોલ્ડમેન સાશે પોતાની 11 નવેમ્બરની એશિયા – પેસિફિક પોર્ટફોલિયો સ્ટ્રેટેજી રિપોર્ટમાં કહ્યુ કે, અમારું માનવુ છે કે, ભારતીય બજાર આગામી 3થી 6 મહિનામાં કોન્સોલિડેટેડ રહી શકે છે અને મહદંશે નબળું પ્રદર્શન કરી શકે છે.