- કેન્દ્રીય કર્મચારીઓને ફરીથી દિવાળી ભેટ
- કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાના કર્મીઓનું મોંઘવારી ભથ્થુ 12% વધ્યું
- આ વધારો 15 જુલાઇ 2021થી અમલી ગણવામાં આવશે
નવી દિલ્હી: કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ફરીથી ભેટ મળી છે. હવે ફરીથી મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના છઠ્ઠા પગાર પંચની ભલામણો હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છઠ્ઠા પગાર પંચની ભલામણો અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તે જ સમયે પાંચમાં પગાર પંચની ભલામણોનો આધારે સેન્ટ્રલ ઑટોનોમસ બોડીઝના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
નાણા મંત્રાલયે આ માટે એક મેમોરેન્ડમ જાહેર કર્યુ છે કે, આ વધારો 15 જુલાઇ 2021થી અમલી ગણવામાં આવશે. છઠ્ઠા પગાર પંચની ભલામણો અનુસાર કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સ્વાયત્ત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું જે સંસ્થાઓને વેતન ચૂકવવામાં આવે છે તેમને મૂળ પગારના 189 ટકાથી વધારીને 196 ટકા કરવામાં આવ્યુ છે.
આપને જણાવી દઇએ કે પગારદાર કર્મચારીઓનો DA અત્યારસુધીમાં 356 ટકાથી વધારીને 368 ટકા કરવામાં આવ્યો છે. કેન્દ્રના મેમોરેન્ડમ અનુસાર કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે જે ફ્રી-રિવાઇઝ્ડ સેલેરી મેળવે છે.
નોંધનીય છે કે, કેન્દ્રના કર્મચારીઓને પગારમાં ડીએ એરિયર્સ પણ મળશે. તાજેતરમાં જ મોદી સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરીને 31 ટકા કર્યો છે. નાણા મંત્રાલયે 1 જુલાઇ, 2021 થી વધેલા DA વધારો પણ લાગુ કરી દીધો છે.