Site icon Revoi.in

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DA 31 ટકા થશે, વધુ 3 ટકાનો વધારો થશે

Social Share

નવી દિલ્હી: કેન્દ્રના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધુ 3 ટકાનો વધારો થશે. આ હવે CONFIRM થઇ ચૂક્યું છે. આ વર્ષના અંત સુધી મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે અને કુલ મોંઘવારી ભથ્થુ વધીને 31 ટકા થઇ જશે. જુલાઇથી મોંઘવારી ભથ્થાને વધારી 28 ટકા કરી દેવામાં આવી છે. તેમાં 11 ટકા પાછલા ત્રણ વધારાને જોડવામાં આવ્યા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, જુલાઇથી 28 ટકા ડીએ મળવાનું છે. સપ્ટેમ્બરના પગારની સાથોસાથ તેની ચૂકવણી થવાની છે. પરંતુ આ વચ્ચે સારા સમાચાર છે કે જૂન 2021 માટે વધનારા મોંઘવારી ભથ્થાનો માર્ગ મોકળો થઇ ગયો છે અને તેમાં 3 ટકાનો વધારો નક્કી છે. તેનાથી 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ લાભાન્વિત થશે.

AICPIના આંકડા પર નજર કરીએ તો ઇન્ડેક્સમાં 1.1 પોઇન્ટનો વધારો થયો છે, જેથી તે 121.7 પર પહોંચી ગયું છે. તેવામાં જૂનમાં 4 ટકા DA વધવાની સંભાવના ઓછી છે. પરંતુ 3 ટકાનો વધારો નક્કી છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા માટે AICPIIWનો આંકડો 130 પોઇન્ટ હોવો જોઇએ. પરંતુ હાલ આ વધીને 121.7 પર પહોંચી ગયો છે.

નિષ્ણાંતો પ્રમાણે આંકડાથી સ્પષ્ટ છે કે મોંઘવારી ભથ્થુ 31.18 ટકા થશે. પરંતુ  DA નું કેલકુલેશન રાઉન્ડ ફિગરમાં થાય છે. તેવામાં ડીએ 31 ટકા થશે. સપ્ટેમ્બરથી મળનાર 28 ટકા અને જૂન 2021માં થનાર ડીએના વધારાને ભગો કરો તો તે 31 ટકા થશે.