- બેડ બેંકોને મોટી રાહત
- મોદી સરકારે 30,600 કરોડની ગેરન્ટીની મંજૂરી આપી
- અમે ઇન્ડિયા ડેબ્ટ રિઝોલ્યુશન કંપની લિમિટેડની રચના કરી રહ્યાં છે: નાણા મંત્રી
નવી દિલ્હી: બેડ બેન્કોને હવે મોટી રાહત મળશે. મોદી સરકારે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ એટલે બેડ બેંક દ્વારા જારી સિક્યોરિટી રિસીટ્સ માટે 30,600 કરોડની ગેરન્ટીની મંજૂરી આપી છે.
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અમે ઇન્ડિયા ડેબ્ટ રિઝોલ્યુશન કંપની લિમિટેડની રચના કરી રહ્યાં છે. ઇન્ડિયા ડેબ્ટ રિઝોલ્યુશન કંપની લિમિટેડમાં પીએસબીની 49 ટકા તો બાકીના 51 ટકા હિસ્સેદારી ખાનગી પ્લેયર્સની રહેશે.
નાણા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે ઝડપી નિકાલ માટે 6 નવા ડીઆરટીની રચના કરી દીધી છે.
નાણામંત્રીએ બેડ બેંકોને લઇને કેબિનેટમાં જે પણ નિર્ણય લેવાયો તેની જાણકારી આપી હતી. ભારતીય બેંક સંઘે સરકારની ગેરંટી લગભગ 31 હજાર કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવ્યું છે. સાથે જ IBAને ખરાબ બેંક મુદ્દે રિપોર્ટ સોંપવાનું પણ જણાવાયું છે. હાલ બેડ બેંકને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. નિષ્ણાતો અનુસાર બેડ બેંક કોઇ બેંક નથી પરંતુ આ એક એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની છે જે બેંકના દેવાને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરશે.