- મોદી સરકાર કોવિડ-19ને કારણે નાણાકીય તરલતાની સમસ્યા અનુભવી રહી છે
- બજેટ ખાધને પૂરવા માટે નાણાકીય ભંડોળ એકત્ર કરવાની આવશ્યકતા
- આ માટે સરકાર હવે LICમાં 25 ટકા હિસ્સો વેચશે
મોદી સરકાર ધીરે ધીરે દરેક સરકારની હસ્તક કંપનીઓનું ખાનગીકરણ કરવાની યોજના તરફ આગળ વધી રહી છે અને હવે આ જ દિશામાં સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો 25 ટકા વેચવાલીની યોજના બનાવી રહી છે. સૂત્રો દ્વારા આ જાણકારી મળી રહી છે. કોવિડ-19ને કારણે કેન્દ્ર સરકાર મોટી નાણાકીય તરલતાની સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને બજેટ ખાધને પુરવા માટે ભંડોળ એકત્ર કરવાના સંશોધનો અંગે વિચારી રહ્યું છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર સરકાર સંસદને એ અધિનિયમમાં સુધારણા કરવાની યોજના ધરાવે છે, જેની હેઠળ ભારત સરકાર દ્વારા સંચાલિત LICનું વેચાણ કરવાની તૈયારીઓ કરવામાં આવી હતી. LICનો IPO ક્યારે આવશે તેનો આધાર સ્ટોક માર્કેટની સ્થિતિ પર છે અને વેચાણ તબક્કાવાર થાય તેવી સંભાવના છે.
માર્ચ 2021ના અંતે સમાપ્ત થનાર નાણાંકીય વર્ષની માટે કુલ જીડીપીના 3.5 ટકા બજેટ ખાધના લક્ષ્યાંકને જાળવું રાખવુ મુશ્કેલ બન્યુ છે. કોરોના વાયરસની મહામારી વકરતા LICનો હિસ્સો જાહેર ભરણાં હેઠળ વેચીને સરકાર રૂપિયા ભેગા કરશે અને તેનાથી પોતાની નાણાંકીય સ્થિતિ સુધારવામાં મદદ મળશે. સરકારે ચાલુ નાણાંકીય વર્ષે 1લી એપ્રિલથી સંપત્તિઓનું વેચાણ કરીને આશરે 57 અબજ રૂપિયા એકઠા કર્યા છે, જ્યારે બજેટ લક્ષ્યાંક 2.1 લાખ કરોડ રૂપિયાનો છે.
બ્લૂમબર્ગ ન્યૂઝે ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે, LICનો હિસ્સો IPO હેઠળ વેચાણની તૈયારી કરવામાં મદદ માટે સરકારે ડેલોઇટ ટચ તોહમત્સુ ઈન્ડિયા લિમિટેડ અને એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિમિટેડની પસંદગી કરી છે.
નોંધનીય છે કે સલાહકારો ભારતની સૌથી મોટા વીમા કંપનીના મૂડીમાળખાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે અને જૂન મહિનામાં જારી કરાયેલા એક ટેન્ડર દસ્તાવેજ મુજબ, કંપનીને તેના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ ફરી તૈયાર કરવામાં સહાય કરશે.
(સંકેત)