- મોદી સરકારે બાઇકને લગતા નિયમો બદલ્યા
- સરકારે બેટરી-એથેનોલથી ચાલતા વાહનો માટે નવી યોજના બનાવી
- તેનાથી ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝને પણ ફાયદો થશે
નવી દિલ્હી: હવે મોદી સરકારે બાઇકને લઇને બે નિયમો બદલ્યા છે. સરકારે બેટરી અને મેથનોલ અને એથનોલથી ચાલનારા સાધનોને લઇને નવી યોજના બનાવી છે.
રેન્ટ એ કેબ સ્કીમ 1989 અને રેન્ટ એ મોટરસાઇકલ સ્કીમમાં સંશોધન કરવામાં આવ્યા છે. આ વાહનોને પરમિટની આવશ્યકતાથી છૂટના કારણે મંત્રાલયે 2 યોજનાને લાગૂ કરવાથી લઇને કેટલાક રાજ્યો તરફથી ફીડબેક મળ્યા હતા.
હવે આ વાહનોને પરમિટ લેવાની આવશ્યકતા નહીં રહે. આ વાહન વગર પરમિટ કોઇપણ પ્રકારને ઉપયોગ કરી શકાશે, એટલે કે કાયદાકીય રીતે આ વાહનોના કમર્શિયલ ઉપયોગ કરી શકાશે. મંત્રાલયના આ નિર્ણયથી ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝને ઘણો ફાયદો થશે.
રોડ પરિવહન મંત્રાલયે બેટરી, મેથનોલ અને એથનોલથી ચાલનારી બાઇકની પરમિટની આવશ્યકતાથી મુક્ત કરી દીધુ છે. મંત્રાલયે ઇલેક્ટ્રિક વાહનોને પરમિટની છૂટ આપી રાખી હતી પરંતુ આદેશમાં ટૂ વ્હીલ વાહનો માટે સ્પષ્ટ નિર્દેશ નહોતા.
ટૂ વ્હીલર ટ્રાંસપોર્ટર આ વાહનોને ભાડે આપી કાયદાકીય રૂપમાં નહોતો આપી રહ્યો. મંત્રાલય દ્વારા આદેશ અનુસાર કાયદાકીય રીતે પરમિટ વગર ટુ વ્હીલરનો ઉપયોગ કરી શકાશે.
રોડ એન્ટ ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટના આ નિર્ણયથી ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને ખુબ ફાયદો થશે.