Site icon Revoi.in

તો શું પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? સરકારએ બનાવી આ રણનીતિ

Social Share

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર થઇ ચૂક્યા છે અને પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી મધ્યમવર્ગની હાલત પણ કફોડી બની છે ત્યારે હવે મોદી સરકારના મંત્રીએ નિવેદન આપ્યું છે.

છેલ્લા કેટલાક સમયથી દેશમાં એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ મોંઘવારીથી મધ્યમવર્ગને બમણો માર સહન કરવાનો વારો આવ્યો છે. કોરોના મહામારીથી તો હજુ પણ રાહત મળી છે પરંતુ પેટ્રોલ, ડીઝલ, ખાદ્યપદાર્થો, તેલના ભડકે બળતા ભાવે સામાન્યપ્રજાની કમર તોડી નાખી છે.

મોંઘવારીને લઇને વિપક્ષ સતત સરકારને ઘેરીને હલ્લાબોલ કરી રહી છે ત્યારે સત્તાધારી પાર્ટીના નેતા વેક્સિન ફ્રી આપવા માટે પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા છે તેવું કહીને પોતાનો બચાવ કરી રહી છે.

આગામી સમયમાં જો ઇંધણના ભાવમાં પ્રજાને કોઇ રાહત નહીં મળે તો તેનાથી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને ફટકો પડે તેવી સંભાવના હોવાથી હવે સરકાર ઇંધણના ભાવ ઘટાડવા માટે એક્શનમાં આવી છે અને રણનીતિ પર કામ કરી રહી છે.

આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ મુદ્દે સરકાર સાઉદી અરેબિયા ગલ્ફ દેશો તેમજ રશિયાના મંત્રીઓ સાથે વાતચીત કરી રહી છે. અનેક સ્તર પર તેના પર કામ થઇ રહ્યું છે. ઑક્ટોબરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20 વાર વધારો કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ 107.59 રૂપિયા, શ્રીગંગાનગરમાં 119.79 રૂપિયા, જ્યારે અનૂપપુરમાં 119.08 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, પેટ્રોલ અને ડીઝલને જો જીએસટીના દાયરા હેઠળ લાવવામાં આવે તો તેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે અને તેનાથી પ્રજાને રાહત મળી શકે છે.