- સરકાર હવે EPFમાં 24 ટકા ફાળો જમા કરાવશે
- આ યોજનાનો લાભ 31 માર્ચ, 2022 સુધી મેળવી શકાશે
- આનો લાભ 15,000 રૂપિયાથી ઓછો માસિક પગાર મેળવતા તે કર્મચારીઓને મળશે
નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે તેમજ આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે અન્ય એક આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. આમાં આત્મનિર્ભર ભારત યોજનાની મુદત 2022 સુધી વધારી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ઓછા વેતન મેળવતા કર્મચારીઓનું 24 ટકા EPF યોગદાન જમા કરવામાં આવશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ભારત સરકારે 1 ઑક્ટોબર, 2020માં અને પછી 30 જૂન, 2021 સુધી જોડાયેલા નવા કર્મચારીઓના સંબંધમાં બે વર્ષ માટે સબસિડી આપી હતી. હવે, આ યોજનાનો લાભ 31 માર્ચ, 2022 સુધી મેળવી શકાશે.
કોને મળશે લાભ
આનો લાભ 15,000 રૂપિયાથી ઓછો માસિક પગાર મેળવતા તે કર્મચારીઓને મળશે છે કે જેઓ 1 ઓક્ટોબર, 2020 પહેલા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ) માં નોંધાયેલા કોઈ પણ પ્રતિષ્ઠાનમાં કામ કરતા ન હોય, અને જેમનું 1 ઓક્ટોબર 2020 પહેલા કોઇ યુનિવર્સલ એકાઉન્ટ નંબર કે ઇપીએફ સભ્ય એકાઉન્ટ નંબર ન હોય તેમને મળશે.
ખરેખર, આત્મ નિર્ભર ભારત યોજનાનો ઉદ્દેશ દેશના સંગઠિત ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવાનો અને કોરોના રોગચાળા દરમિયાન નવી રોજગારની તકોના નિર્માણને પ્રોત્સાહન આપવાનો છે.