Site icon Revoi.in

દેશમાં હવે સેમીકંડક્ટર બનાવવા સરકાર પ્રોત્સાહન રૂપે 7300 કરોડ રૂપિયાનું ભંડોળ આપશે

Social Share

નવી દિલ્હી: હાલમાં સેમીકંડક્ટરના સપ્લાયે ટેક અને ઑટોમોબાઇલ ઉદ્યોગની ગતિને ધીમી કરી દીધી છે. આ કારણે હવે સરકાર સેમીકંડક્ટર બનાવતી તમામ કંપનીને 1 બિલિયન ડોલર એટલે લગભગ 7300 કરોડ રૂપિયાથી વધુનું ફંડ આપી રહી છે. આ રકમની મદદથી તે દેશમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ લગાવવા માંગે છે. જેથી સ્માર્ટફોન એસેમ્બલી ઇન્ડસ્ટ્રીની સપ્લાય ચેઇન મજબૂત થઇ શકે.

પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર ચીપનું મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરનાર તમામ કંપનીને આર્થિક સહાય કરશે જેથી ભારત વિશ્વભરમાં સ્માર્ટફોન એસેમ્બલીંગ ઇન્ડસ્ટ્રીમાં ટોચ પર આવી શકે. CCTV તેમજ 5G ઇક્વિપમેન્ટમાં પણ આ પ્રકારની ચિપનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની ચિપ માટે ઘણા દેશોને તાઇવાન પર નિર્ભર રહેવું પડે છે. જેથી વિશ્વભરની સરકાર સેમીકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણ માટે સબસિડી આપી રહી છે. સેમીકન્ડક્ટરની અછતને કારણે ઑટો અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ પર અસર પડી રહી છે. તાઇવાન ચિપની બનાવટમાં વિશ્વભરમાં મોખરે છે.

“Make in India” કેમ્પેઈનથી ભારતના સ્માર્ટફોન મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં તેજી આવી છે. સ્માર્ટફોન પ્રોડક્શનમાં ચીન પછી ભારત વિશ્વમાં બીજા નંબરે છે. ભારતે ચિપ બનાવટ ઉદ્યોગને તેજી આપવા માટે ગત ડિસેમ્બરમાં પણ જાહેરાત આપીને વિદેશી કંપનીઓને ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માટે આમંત્રણ આપ્યું હતું.

સૂત્રો અનુસાર, સરકાર એક ખરીદદાર રહેશે. કેશ પ્રોત્સાહનને કેવી રીતે પૂરું કરી શકાય તેના પર હજુ નિર્ણય નથી લેવામાં આવ્યો. સરકારે ઉદ્યોગ પાસેથી પ્રતિક્રિયા માગી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લોકલ તૈયાર થતાં સેમીકન્ડક્ટર્સને ટ્ર્સ્ટેડ સોર્સ સાથે ડિઝાઈન કરવામાં આવશે. તેમાં CCTV કેમેરાથી લઈને 5G ઈક્વિપમેન્ટ સુધી ડેવલપ કરવામાં આવશે.

(સંકેત)