- નાણા મંત્રાલાય સાર્વજનિક ક્ષેત્રોની બેંકોમાં કરશે રોકાણ
- નાણા મંત્રાલય દ્વારા સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં 14,500 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે
- RBIના પીસીએ નિયમો અંતર્ગત રાખેલી નબળી બેંકોમાં આ રોકાણ કરાશે
નવી દિલ્હી: નાણા મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા સાર્વજનિક ક્ષેત્રની તે બેંકોમાં 14,500 કરોડ રૂપિયાનું રોકાણ આગામી કેટલાક દિવસોમાં કરશે. જે અત્યારે આરબીઆઇના પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્ક હસ્તક છે. નાણાં મંત્રાલય RBIના પીસીએ નિયમો અંતર્ગત રાખેલી નબળી બેંકોમાં આગામી કેટલાક દિવસોમાં 14,500 કરોડ રૂપિયા નાંખી શકે છે. આ નિર્ણય બેંકોની નાણાકીય મદદ માટે કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા અને યુકો બેંક વર્તમાનમાં પીસીએ ફ્રેમવર્કમાં છે. જેના કારણે આના પર પ્રતિબંધ લાગેલા છે. જેમાં નવી લોન ના આપવા, મેનેજમેન્ટ વળતર અને ડાયરેક્ટર્સ ફી વગેરે સામેલ છે.
સરકારે નાણાકીય વર્ષ માટે સાર્વજનિક ક્ષેત્રને બેંકોમાં નિયામકીય જરૂરિયાતો પૂરી કરવા માટે 20,000 કરોડ રૂપિયાના ભંડોળની ફાળવણી કરી છે. સાર્વજનિક વિસ્તારમાં 12 બેંકોમાંથી પંજાબ એન્ડ સિંઘ બેંકોમાં ત વર્ષે નવેમ્બરમાં 5500 કરોડ રૂપિયાનું ભંડોળ નાંખવામાં આવ્યું હતું.
આ સપ્તાહે IDBI બેંકને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્કમાંથી હટાવી દેવાશે. આ સપ્તાહે IDBI બેંકના નાણા પ્રદર્શનમાં સુધારાના આધારે લગભગ 4 વર્ષ બાદ RBIના પીસીએના નિયંત્રણમાંથી મુક્ત કરવામાં આવી છે.
મહત્વનું છે કે, બેંક જ્યારે કારોબાર દરમિયાન નાણાકીય સંકટ સામે ઝઝુમે છે ત્યારે તેને સંકટમાંથી ઉગારવા માટે આરબીઆઇ સમયાંતરે દિશા નિર્દેશ જારી કરી છે અને ફ્રેમવર્ક બનાવે છે. પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન આ પ્રકારનું ફ્રેમવર્ક છે. જે કોઇની બેંકની નાણા સ્વાસ્થ્યની સ્થિતિ નક્કી કરે છે.
(સંકેત)