Site icon Revoi.in

IRCTC નો 15 થી 20 ટકા હિસ્સો વેચવાની સરકારની તૈયારી, ઓફર ફોર સેલથી હિસ્સો વેચી શકે

Social Share

– કેન્દ્ર સરકાર ફરી IRCTC નો 15-20 ટકા હિસ્સો વેચશે
– ઓફર ફોર સેલથી હિસ્સો વેચવાની તૈયારી
– હાલ સરકાર IRCTCમાં 87.40 ટકા હિસ્સેદારી ધરાવે છે

કેન્દ્ર સરકાર ફરી એક વખત ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) નો હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. સરકાર હવે offer for sale મારફતે આઇઆરસીટીસી નો 15થી 20 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. ગત મહિને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન પબ્લિક એસેટ મેનેજમેન્ટ એ IRCTC નો હિસ્સો વેચવાની કામગીરીના સંચાલન માટે 10 સપ્ટેમ્બર સુધીમાં મર્ચન્ટ બેન્કરો પાસેથી બિડ મંગાવી હતી.

જો કે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલમાં કેટલા પ્રમાણમાં હિસ્સો વેચવાની યોજના છે તેની માહિતી જાહેર કરી નથી.

ત્યારબાદ 4 સપ્ટેમ્બરના રોજ સંભવિત બિડર્સની સાથે એક પ્રી-બિડ બેઠકનું આયોજન કરાયુ હતુ.

DIPAM એ પોતાની વેબસાઇટ પર સંભવિત બિડર્સ દ્વારા ઉઠાવેલા પ્રશ્નો અંગેની પોતાની પ્રતિક્રિયાઓ પોસ્ટ કરી હતી.

IRCTCનો હિસ્સો વેચવાના પ્રશ્નો અંગેના પ્રત્યુત્તરમાં DIPAM એ કહ્યુ કે, લગભગ 15થી 20 ટકા હિસ્સો વેચવામાં આવી શકે છે.

હાલ સરકાર IRCTCમાં 87.40 ટકા હિસ્સેદારી ધરાવે છે. સેબીના મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગના નિયમોનું પાલન કરવા માટે સરકાર કંપનીમાં પોતાની હિસ્સેદારી ઘટાડીને 75 ટકા સુધી લઇ જવા માંગે છે.

(સંકેત)