- જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો
- કાપડ પર 5 ટકા જીએસટી યથાવત્ રહેશે
- વેપારીઓના વિરોધ સામે સરકાર ઝુકી
નવી દિલ્હી: આજે વર્ષ 2021ના અંતિમ દિવસે જીએસટી કાઉન્સિલની 46મી બેઠક યોજાઇ હતી. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ બેઠક યોજાઇ હતી. કાપડના વેપારી સામે સરકાર ઝુકી છે. આજે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી પરિષદની 46મી બેઠકમાં કાપડ પર જીએસટી દરોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જીએસટી કાઉન્સિલ પહેલાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 1 જાન્યુઆરી, 2022થી ટેક્સટાઇલ ઉત્પાદનો પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવી શકે છે. જો કે રાજ્ય સરકારો અને ટેક્સટાઇલ-ફૂટવેર ઇન્ડસ્ટ્રી રેટ વધારવાનો વિરોધ કરી રહી હતી.
જોકે આજે જીએસટી પરિષદની બેઠકમાં કપડાં અને ફૂટવેર પર જીએસટીને 5 ટકા યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમમાં 1 જાન્યુઆરી, 2022થી મોટા ફેરફારો થવાની તૈયારીમાં છે. તેમાં રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં પૂરી પાડવામાં આવતી પરિવહન અને સેવાઓ પર ઇ-કોમર્સ સર્વિસ ઓપરેટરો પર કર જવાબદારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફૂટવેર અને ટેક્સટાઇલ સેક્ટરમાં ડ્યુટી સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે, જેમાં તમામ પ્રકારના ફૂટવેર પર 12 ટકા જીએસટી લાગશે, જ્યારે રેડીમેડ ગાર્મેન્ટ્સ સહિત તમામ ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ (કોટન સિવાય) 12 ટકા જીએસટી લાગશે.