Site icon Revoi.in

વર્ષ 2022માં પણ આઇપીઓ માર્કેટમાં રહેશે ધમધમાટ, 2 લાખ કરોડના ઇશ્યૂથી બજાર છલકાશે

Social Share

નવી દિલ્હી: વર્ષ 2021માં આઇપીઓ માર્કેટ 65 જેટલા પબ્લિક ઇશ્યૂથી છલોછલ રહ્યું હતું. જેમાં રોકાણકારોએ કેટલાક આઇપીઓમાં તગડી કમાણી કરી હતી. છેલ્લા એક વર્ષના સમયગાળામાં કંપનીઓએ આઇપીઓ મારફતે 1.35 લાખ કરોડ એકત્ર કર્યા તા. વર્ષ 2022માં પણ આઇપીઓ માર્કેટમાં ભારે ધમધમાટ રહેવાની સંભાવના છે. વર્ષ 2022માં કંપનીઓ આઇપીઓના માધ્યમથી કુલ 2 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું પ્લાનિંગ કરી રહી છે.

વર્ષ 2020માં માર્કેટમાંથી આઇપીઓથી 4.2 અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2021માં આઇપીઓ રૂટથી 15.3 અબજ ડોલરની મૂડી એકત્ર કરવામાં આવી હતી. એટલે કે વર્ષ 2021માં જેટલા આઇપીઓ આવ્યા હતા તેટલા આઇપીઓ અગાઉના ત્રણ વર્ષમાં સંયુક્ત રીતે પણ નહોતા આવ્યા.

વર્ષ 2022માં હેલ્થકેર, ન્યૂ-એજ ટેક્નોલોજી, કન્ઝ્યુમર, રિયલ્ટી, સ્પેશ્યાલિટી કેમિકલ્સ વગેરે સેક્ટરના આઇપીઓ આવી રહ્યા છે.

વર્ષ 2022માં 22 અબજના આઇપીઓમાંથી 15 અબજ ડોલરના આઇપીઓ માટે સેબી સમક્ષ અરજી કરી દેવામાં આવી છે જ્યારે 11 અબજ ડોલરના આઇપીઓ માટે નજીકના સમયમાં અરજી કરવામાં આવશે. તેમાં લાર્જ કેપ અને મિડ કેપ કંપનીઓ સામેલ છે.

ભારતમાં આઇપીઓની એવરેજ સાઈઝમાં પણ વધારો થયો છે. હવે એવરેજ સાઈઝ વધીને 2000 કરોડની થઈ છે. 65માંથી સાત કંપનીઓએ પ્રાઇમરી શેર સેલ્સ દ્વારા 25 કરોડથી 50 કરોડ ડોલર એકઠા કર્યા હતા.

નોંધનીય છે કે, ભારતમાં 968 ડોમેસ્ટિક કંપનીઓમાં 58.3 અબજ ડોલરની પ્રાઇવેટ ઇક્વિટી અથવા વેન્ચર કેપિટલ મૂડી ઠલવાઈ હતી. દેશમાં એફપીઆઇના ફ્લો કરતા આ રકમ લગભગ ચાર ગણી હતી.