Site icon Revoi.in

પીએનબી હાઉસિંગ-કાર્લાઇલ વચ્ચેની સમજૂતિને ઝટકો, સેબીએ લીધો આ નિર્ણય

Social Share

નવી દિલ્હી: પીએનબી હાઉસિંગ ફાઇનાન્સને ઝટકો લાગ્યો છે. સેબીએ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની કાર્લાઇલ સમૂહ સાથેની પ્રસ્તાવિત 4000 કરોડ રૂપિયાની સમજૂતિમાં શેરહોલ્ડરના વોટિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે જ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ અને કાર્લાઇલ જૂથ વચ્ચેની સમજૂતિને આંચકો લાગ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સેબીએ વધુમાં નિર્દેશ આપ્યા છે કે તે સંબંધિત કાયદાકીય જોગવાઇઓ હેઠળ મૂલ્યાંકનની પ્રક્રિયા પૂર્ણ કરે. આ સમજૂતિ માટે 22 જૂને શેરધારકોનું વોટિંગ થવાનું હતું. જો કે હવે સેબીએ પ્રતિબંધ મૂકી દેતા વોટિંગ શક્ય બનશે નહીં.

એક પ્રોક્સી એડવાઇઝરી ફર્મ સહિતની કેટલીક સંસ્થાઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા પછી સેબી અને આરબીઆઇ આ સમજૂતી પર નજર રાખી રહી છે. આ સમજૂતી હેઠળ કાર્લાઇલ જૂથ પંજાબ નેશનલ બેંકની સહયોગી કંપની પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ પર નિયંત્રણ મેળવશે.

પીએનબી દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપની પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે એક જણાવ્યું છે કે તેને 18 જૂને સેબી તરફથી પત્ર મળ્યો છે. સેબીએ આ કેસમાં કંપનીને કાયદાકીય જોગવાઇઓનું પાલન કરવા જણાવ્યું છે.