- HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર
- બેંકે પોતાના ગ્રાહકો માટે નોટિફિકેશન જાહેર કર્યું
- ટેકનિકલ સમસ્યાને કારણે બેન્કિંગ સર્વિસ 3-4 ફેબ્રુઆરી દરમિયાન પ્રભાવિત રહેશે
નવી દિલ્હી: HDFC બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. બેંકે પોતાના ગ્રાહકો માટે એક નોટિફિકેશન જાહેર કર્યું છે અને તેમાં જાણકારી આપી છે કે ટેકનિકલ સમસ્યાના કારણે બેન્કની સર્વિસ 3 અને 4 ફેબ્રુઆરી સુધી પ્રભાવિત રહેશે. આ દરમિયાન બેંકે ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન ન કરવાની સલાહ આપી છે.
HDFC બેંક તરફથી જણાવવામાં આવ્યું છે કે, Maintenanceના કારણે ડેબિટ કાર્ડ સર્વિસ 4 ફેબ્રુઆરીના રોજ 12.30 AM થી 5.00 AM સુધી બંધ રહેશે. આ દરમિયાન ગ્રાહક નેટ બેન્કિંગ કે મોબાઇલ એપનો ઉપયોગ કરી શકશે નહીં. ગત રાત્રે પણ HDFC બેંકની સર્વિસ પ્રભાવિત રહી હતી. રાત્રે 2 થી 3 વાગ્યા દરમિયાન ગ્રાહકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકતા ન હતા. જો કે તેની જાણકારી બેંકે પહેલા જ આપી દીધી હતી.
આપને જણાવી દઇએ કે દેશની સર્વોચ્ચ બેંક RBIએ HDFC બેંકના સમગ્ર આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઓડિટની જવાબદારી એક બહારની પ્રોફેશનલ આઇટી ફર્મને સોંપી છે. RBI બેન્કિંગ વિનયમન અધિનિયમ 1949ની કલમ 30(1) હેઠળ બેંકના સમગ્ર IT નેટવર્કનું ઓડિટ કરાવી રહી છે.
રિઝર્વ બેન્કે HDFC Bank ને ડિજિટલ 2.0 હેઠળ તમામ ડિજિટલ બિઝનેસ જનરેટિંગ ગતિવિધિઓના લોન્ચને રોકવાનું કહ્યું છે. બેન્કના તમામ પ્રસ્તાવિત બિઝનેસ ઉપર પણ રોક લાગી છે. જેમાં IT નો ઉપયોગ થવાનો છે. આ ઉપરાંત નવા ક્રેડિટ કાર્ડ આપવા ઉપર પણ રોક લગાવી છે. જ્યારે ઓડિટનું કામ પતી જશે ત્યારબાદ RBI તમામ પ્રતિબંધ હટાવી લેશે.
HDFC બેન્કે મંગળવારે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2020-21 ના ત્રીજા ત્રિમાસિકમાં તેનો શુદ્ધ નફો (Net Profit) વધીને 5,724.23 કરોડ રૂપિયા થઈ ગયો.
(સંકેત)