Site icon Revoi.in

કોવિડ ઇફેક્ટ: દેશના પ્રમુખ 7 શહેરોમાં મકાનોના વેચાણમાં 47 ટકાનો ઘટાડો

Social Share

નવી દિલ્હી: વર્ષ 2020માં કોરોના મહામારી દરમિયાન મકાનોના વેચાણને લઇને એક સર્વે કરાયો છે. તે અનુસાર વર્ષ 2020માં પ્રમુખ 7 શહેરોમાં કુલ 1.38 લાખ ઘરોનું વેચાણ થયું છે. વર્ષ 2019માં 2.61 લાખ ઘરનું વેચાણ થયું હતું. એનારોક દ્વારા પ્રકાશિત યર એન્ડ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. આ વર્ષે કુલ ઘરોના વેચાણમાં અંદાજે 47 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ન્યૂ હાઉસિંગ સપ્લાયમાં 46 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે જ્યાં 2.37 લાખ નવા એકમો પૂરા પાડવામાં આવ્યા હતા, આ વર્ષે ફક્ત 1.28 લાખ નવા આવાસ પૂરા પાડવામાં આવ્યા છે.

અહેવાલ અનુસાર આ વર્ષ સ્થાવર મિલકતો માટે ખૂબ જ ઠીક રહ્યું છે, જો કે ઉદ્યોગને 2020ના ચોથા ક્વાર્ટરમાં મજબૂત રિકવરીની અપેક્ષા છે. ઉપરાંત અત્યાર સુધીમાં સૌથી વધુ વેચાણની અપેક્ષા છે. ટોપ -7 શહેરોમાં વિવિધ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ વચ્ચે અંદાજે મજબૂત વેચાણ જોવા મળ્યું છે.

સપ્લાય મોરચે વાત કરીએ તો ટોચનાં શહેરોએ 2020ના ચોથા ત્રિમાસિક ગાળામાં 52,820 એકમોનો ઉમેરો કર્યો છે, જે વર્ષ 2019ના ચોથા ક્વાર્ટરમાં 51,850 એકમોની સામે વધુ છે. તે વર્ષોવર્ષનો 2 ટકાનો વધારો દર્શાવે છે. હૈદરાબાદે અન્ય શહેરોને આગળ પાછળ છોડીને આ ક્વાર્ટરમાં ફ્રેશ ઇન્વેન્ટરીના 12,820 યુનિટ પૂરા પાડ્યા છે. આ પછી 11,910 યુનિટ્સ સાથે મુંબઇ બીજા સ્થાને રહ્યું. શહેરોમાં નવા લોંચ થવાને કારણે વેચાયેલ ઇન્વેન્ટરીમાં વાર્ષિક ધોરણે 2 ટકા ઘટાડો થયો છે.

કોરોનાને કારણે આ વર્ષ ઉદ્યોગ માટે ખૂબ જ અસ્થિર રહ્યું છે. જો કે, રહેણાંક ક્ષેત્રમાં વર્ષ 2020ના છેલ્લા બે ક્વાર્ટરમાં હોમ ઓનરશિપ સેન્ટિમેન્ટ્સ ખૂબ ઝડપથી આગળ વધ્યા છે.

(સંકેત)