Site icon Revoi.in

નાણાકીય વર્ષ 2020-21ના Q4માં હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ 2.7% વધ્યો: RBI

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે અખિલ ભારતીય હાઉસિંગ પ્રાઇઝ ઇન્ડેક્સ (HPI) નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિક આધારે 2.7 ટકા વધ્યું હોવાનું RBIના 2020-21ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના આંકડા પરથી જાણવા મળે છે. RBIએ 10 મોટા શહેરોમાં હાઉસિંગ રજીસ્ટ્રેશન ઓથોરિટીથી પ્રાપ્ત આંકડાના આધારે ક્વાર્ટર હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ જારી કર્યા છે. તેમાં અમદાવાદ, બેંગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, જયપુર, કાનપુર, કોચી, કોલકાત્તા, મુંબઇ અને લખનઉ સામેલ છે.

મોટા શહેરોમાં HPI વૃદ્વિએ મોટા પાયે વિવિધતા દર્શાવી છે. વર્ષ દર વર્ષના આધારે 2020-21ના ચોથા ત્રિમાસિક ગાળામાં ઑલ ઇન્ડિયા એચપીઆઇ 2.7 ટકા વધ્યો છે. એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિક ગાળામાં તે 3.9 ટકા વધ્યો હતો. બેંગ્લુરુમાં એચપીઆઇમાં 15.7 ટકાનો વધારો થયો છે. જયપુરમાં 3.6 ટકાનો ઘટાડો થયો છે.

ત્રિમાસિક ધોરણે ઑલ-ઇન્ડિયા HPI વર્ષ 2021ના માર્ચ ક્વાર્ટરમાં 0. ટકાનો વધારો થયો છે. દિલ્હી, બેંગ્લુરુ, કોલકાતા તેમજ જયપુરમાં HPIમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.