Site icon Revoi.in

કોવિડ ઇફેક્ટ: ટોચના 6 શહેરોમાં 5 લાખ કરોડના હાઉસિંગ પ્રોજેક્ટ્સ અટવાયા

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે છેલ્લા 18 મહિનામાં સમગ્ર દેશના ટોચના શહેરોમાં હાઉસિંગ પ્રોજેક્ટ્સ પર વિપરિત અસર પડી છે. કોરોના મહામારીને કારણે 1.40 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ ખોરંભે ચડ્યા છે. જ્યારે 3.64 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. કોરોના કાળ દરમિયાન રૂ.5.05 લાખ કરોડના પ્રોજેકટ્સ પ્રભાવિત થયા છે.

ખાસ કરીને રોકડની અછતને કારણે આ સમસ્યાનું સર્જન થયું છે. આ જ કારણોસર બિલ્ડરો તેમજ ડેવલપર્સ તેમના પ્રોજેકટ્સ પૂર્ણ કરવામાં અસમર્થ રહ્યા છે. જે લોકોએ આ પ્રોજેક્ટમાં પોતાનું ઘર બૂક કરાવ્યું છે તેમને પણ હાલાકી ભોગવી પડી રહી છે. દિલ્હી-NCRમાં સૌથી વધુ પ્રોજેક્ટ અટવાયેલા છે. અહીં 1,13,860 મકાનો અટક્યા છે. તેની કુલ કિંમત 86,463 કરોડ રૂપિયા છે.

આપને જણાવી દઇએ કે NCRમાં જે પ્રોજેક્ટ્સ અટક્યા છે તેમાં, 50 ટકા ઘરો મીડ સેગમેન્ટ, 24 ટકા એફોર્ડેબલ સેગમેન્ટ તેમજ 20 ટકા પ્રીમિયમ સેગમેન્ટ અને 6 ટકા લક્ઝરી સેગમેન્ટના છે. મુંબઇ અને તેની આસપાસ કુલ 41,720 ઘરો અટક્યા છે. તેની કિંમત 42,417 કરોડ રૂપિયા છે.

પુણેમાં 5,854 કરોડ રૂપિયાના 9,990 યુનિટ અટવાયેલા છે. આમાંથી, 52% ઘરો મિડ સેગમેન્ટમાં છે જ્યારે 26% એફોર્ડેબલ સેગમેન્ટમાં છે. 15% પ્રીમિયમ સેગમેન્ટ અને 7% લક્ઝરી સેગમેન્ટ સાથે સંબંધિત છે.