- IMFએ આર્થિક વિકાસના અનુમાનમાં કર્યો ઘટાડો
- IMFએ આર્થિક વિકાસના અનુમાનને ઘટાડીને 9.5 ટકા કર્યું
- એપ્રિલમાં 12.5 ટકાના વિકાસ દરનું અનુમાન કરવામાં આવ્યું હતું
નવી દિલ્હી: ભારતના અર્થતંત્રને લઇને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ અનુમાન લગાવ્યું છે. IMF અનુસાર માર્ચ-મે મહિના દરમિયાન કોરોનાની બીજી લહેરને કારણે ભારતની વૃદ્વિની સંભાવના ઓછી થઇ છે અને આ આંચકામાંથી બહાર આવતા સમય લાગશે.
IMFએ ચાલુ નાણાકીય વર્ષમાં દેશના આર્થિક વિકાસના અનુમાનના 300 બેસિઝ પોઇન્ટનો ઘટાડો કરીને 9.5 ટકા કર્યો છે. એપ્રિલમાં 12.5 ટકાના વિકાસ દરનું અનુમાન કરવામાં આવ્યું હતું. IMFએ જણાવ્યું હતું કે, વેક્સિનની અછત અને કોરોનાની સંભંવિત ત્રીજી લહેરને કારણે દેશના આર્થિક વિકાસનું અનુમાન 12.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કરવામાં આવ્યું છે.
અહેવાલમાં ભારત જેવી ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓને ડાઉનગ્રેડ કરવામાં આવી છે. તે જ સમયે, દેશોની અર્થવ્યવસ્થાને પણ આશા સાથે જોવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, તે દેશોને અસર થઇ છે. જ્યાં કોરોના રસી માટે સંઘર્ષ ચાલી રહ્યો છે.
નોંધનીય છે કે, નાણાકીય વર્ષ 2021માં, IMFએ ભારતનો આર્થિક વિકાસ દર 12.5 ટકા સુધી પહોંચવાની આગાહી કરી હતી. જો કે, મે મહિનામાં કોરોનાની બીજી તરંગ પછી, IMFએ તેને ત્રણ ટકાનો ઘટાડો કર્યો હતો. IMFના અંદાજ અનુસાર ભારતનો વિકાસ દર 9.9 ટકા હોઇ શકે છે.