Site icon Revoi.in

વર્ષ 2021માં ભારતનો જીડીપી 8.3 ટકા રહેવાનો વર્લ્ડ બેંકનો અંદાજ

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે વર્લ્ડ બેંકે ભારતીય અર્થતંત્રને લઇને અનુમાન કર્યું છે. વર્લ્ડ બેંકના અંદાજ અનુસાર વર્ષ 2021માં ભારતનો જીડીપી 8.3 ટકા તેમજ વર્ષ 2022માં 7.5 ટકા રહેશે. વર્લ્ડ બેંકના તાજેતરના અહેવાલ અનુસાર કોરોનાની બીજી લહેરને કારણે ભારતના આર્થિક વિકાસના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ વર્લ્ડ બેંકે અંદાજ લગાવ્યો હતો કે, વર્ષ 2021માં ભારતનો જીડીપી 11.2 ટકા રહેશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, વર્લ્ડ બેંકે પોતાના અગાઉના અંદાજ કરતાં ભારતના જીડીપીના અંદાજમાં 2.9 ટકાનો ઘટાડો કર્યો છે. આ અહેવાલ અનુસાર કોરોનાની બીજી લહેરને કારણે ભારતનું સર્વિસ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું છે.

વોશિંગ્ટન સ્થિત વર્લ્ડ બેંકના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાની બીજી લહેરને કારણે ભારતના આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડી છે.

નોંધનીય છે કે, ભારતનો જીડીપી ચીન કરતાં ઓછો રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. વર્લ્ડ બેંકના તાજેતરના અહેવાલ અનુસાર વર્ષ 2021માં ચીનનો જીડીપી 8.5 ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.