- પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવથી સરકારે કરી આટલી કમાણી
- સરકારે તેનાથી 8.02 લાખ કરોડ રૂપિયાની આવક થઇ
- આ નાણાકીય વર્ષમાં જ 3.71 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક થઇ
નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ ડીઝલની કિંમત વધુ જોવા મળી રહી છે. અનેક રાજ્યોમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલ 90ને પાર વેચાઇ રહ્યું છે. તેનાથી સરકારને પણ દર વર્ષે તગડી કમાણી થઇ રહી છે. હવે સરકારે તેનાથી થતી કમાણીનાં આંકડા જાહેર કર્યા છે.
દિવાળીના પર્વ દરમિયાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરીને પ્રજાને રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ રાહત છતાં ક્રૂડના ભાવ ઊંચા સ્તરે પહોંચી ગયા છે, જ્યાંથી નીચે આવવું મુશ્કેલ છે. પ્રજા તો મોંઘવારીનો માર સહન કરી રહી છે પરંતુ સરકારને મોટા પાયે કમાણી થઇ રહી છે.
સંસદમાં કેટલાક સાંસદોએ સવાલ કર્યો હતો કે ઇંધણ વેચીને સરકારને કેટલો ટેક્સ મળ્યો છે. તેના પર કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સરકારને ટેક્સમાંથી 8.02 લાખ કરોડ રૂપિયાની આવક થઇ છે, જ્યારે આ નાણાકીય વર્ષમાં જ 3.71 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક થઇ છે.
નોંધનીય છે કે, નાણામંત્રીના જણાવ્યા અનુસાર, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાંથી 8.02 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. સીતારમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2021માં જ સરકારને ટેક્સમાંથી 3.71 લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે.