- ફોર્મ 16 વગર પણ આઇટી રિટર્ન ભરી શકાય છે
- તે માટે અહીંયા આપેલી ટિપ્સ ફોલો કરો
- તે માટે તમારે પે-સ્લિપની આવશ્યકતા રહેશે
નવી દિલ્હી: કોઇપણ જગ્યાએ આઇટી રિટર્ન માટે ફોર્મ 16ને ખૂબ જ મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે. જેમાં કરદાતા વિશે દરેક જાણકારી આપવામાં આવી હોય છે.
નોકરીયાત વર્ગ પોતાનું આઇટી રિટર્ન ભરતી વખતે ફોર્મ 16નો ઉપયોગ કરે છે. આમ તો મોટા ભાગના નોકરિયાતો માટે ફોર્મ 16 વગર ITR દાખલ કરવું લગભગ અશક્ય છે. જો કે ઘણી વખત એવું જોવા મળે છે કે IT રિટર્ન ફાઇલ કરવાનો સમય થઇ ગયો હોય અને ઓફિસમાંથી ફોર્મ 16 ના મળ્યું હોય.
આ સ્થિતિમાં પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો ITRનો સમય થઇ ચૂક્યો હોય અને ફોર્મ 16 ના હોય તો પણ તમે આઇટી રિટર્ન ભરી શકો છો.
સૌ પ્રથમ તમારે તેના માટે તમારી પે-સ્લિપની મદદ લેવી પડશે. નાણાકીય વર્ષ દરમિયાન તમે જ્યાં કામ કર્યું છે ત્યાંથી મળેલી પે-સ્લિપને તમારે સંભાળીને રાખવી પડશે. તમને તમારી વેતન ઇનકમનું આખુ વિવરણ આપવાનું રહેશે.
તેમાં તમારે પગાર કલમ 17 (1) અનુસાર વેતન, અનુલાભનું મુલ્ય 17 (2), વેતન 17 (3)ના બદલેલા લાભની રકમ, કલમ 10 હેઠળ છૂટ, કલમ 16 હેઠળ કપાત, મનોરંજન ભથ્થુ, અને પ્રોફેશનલ ટેક્સની ડિટેલ આપવાની રહેશે.
તમારી પગાર સ્લીપમાં ઉપરોર્કત આંકડા હોવા આવશ્યક છે. જો કે ઘણી કંપનીઓની પે સ્લિપમાં આ બધી જાણકારી નથી હોતી. તેના માટે તમારે પોતાના HR અને નાણાકીય વિભાગ પાસેથી ફોર્મ-12BA લેવાનું રહે. આ ફોર્મમાં તમારા નિયોક્તા દ્વારા પોતાની ચૂકવણી માટે વેતનમાં બદલામાં આપવામા આવતા ખર્ચ કે લાભના રકમનો ઉલ્લેખ છે.
અહીં એ ભથ્થાઓનો ઉપયોગ જેવા કે એચઆરએ, એલટીએ વગેરેને ઓછુ કરવામાં તમારી મદદ કરે. જોકે ભથ્થાની ગણતરી કરતી વખતે ધ્યાન રાખો કે અમુક ભથ્થાઓ પર આંશિક રીતે છૂટ આપવામાં આવે છે અને અમુક પર સંપૂર્ણ રીતે છૂટ હોય છે.
આપને જણાવી દઇએ કે આઇટીઆરમાં ટેક્સ છૂટછાટ વાળા ભથ્થાની રકમનો ઉલ્લેખ કરવો આવશ્યક છે. તે ઉપરાંત, કલમ 16 (ia) હેઠળ 50,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્સનનું ક્લેમ કરવાનું ના ભૂલો.
નોંધનીય છે કે, ફોર્મ 26ASમાં માત્ર તમારા પગારની આવક પર નહીં પરંતુ અન્ય આવકમાં કાપવામાં આવેલા TDSને ક્રોસ-ચેક કરવું પણ મહત્વનું છે.