Site icon Revoi.in

ડીસ્કોમ્સ દ્વારા વીજ ઉત્પાદકોને ચૂકવવાની થતી રકમમાં વધારો, 93609 કરોડની ચૂકવણી બાકી

Social Share

નવી દિલ્હી: વીજ વિતરણ કંપનીઓએ વીજ ઉત્પાદકોને જે ચાર્જ આપવાનો રહે છે તે બાકી રહેતી રકમનો આંક વર્તમાન વર્ષના ઑક્ટોબરથી વધી રહ્યો છે. જે વીજ ક્ષેત્રની તાણમાં વધારો સૂચવે તેવી સંભાવના છે.

વીજ મંત્રાલયના એક રિપોર્ટ અનુસાર ઑક્ટોબરના અંત સુધીમાં ડીસ્કોમ્સે વીજ ઉત્પાદકોને આપવાની રહેતી રકમનો આંક વધીને રૂપિયા 93609 કરોડ રહ્યો હતો. વર્તમાન વર્ષના સપ્ટેમ્બર મહિનામાં આ આંક રૂપિયા 91738 કરોડ રહ્યો હતો.

બિલ જારી કરાયા બાદ  પૂરો પડાતો 45 દિવસનો ગ્રેસ પીરિયડ પૂરો થયા પછી પણ નહીં ચૂકવાતી રકમને ઓવરડયૂ રકમ તરીકે ગણવામાં આવે છે.

ડીસ્કોમ્સે ચૂકવવાની બાકી રકમમાં સ્વતંત્ર વીજ ઉત્પાદકોને આપવાની રહેતી રકમનો આંક ઓકટોબરના અંતે રૂપિયા 50642 કરોડ રહ્યો હતો જ્યારે કેન્દ્ર સરકારના વીજ ઉપક્રમોને રૂપિયા 23955 કરોડ ચૂકવવાના બાકી છે.

નોંધનીય છે કે, આમ ડીસ્કોમ્સ દ્વારા ખાનગી વીજ ઉત્પાદકોને નોંધપાત્ર રકમ આપવાની બાકી છે, જેની સીધી અસર વીજ ઉત્પાદકોની નાણાંકીય સ્થિતિ પર પડી રહી હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.