Site icon Revoi.in

Indane ગેસનો બુકિંગ નંબર બદલાઇ ગયો, નોંધી લો આ નવા નંબર

Social Share

નવી દિલ્હી: જો તમે પણ ઇન્ડેન ગેસની સેવા લઇ રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હકીકતમાં, કંપનીએ ગેસ બુકિંગ માટેનો નંબર બદલ્યો છે. જો તમે ઇન્ડેન ગેસનો ઉપયોગ કરો છો અને નવા નંબરથી અજાણ છો તો તમને બૂકિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે. તે ઉપરાંત 1લી નવેમ્બરથી ગેસની હોમ ડિલિવરીને લઇને પણ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

નોંધી લો નવો નંબર

Indane ગેસને ગેસ બુકિંગ માટેના નંબરમાં ફેરફાર કર્યો છે. કંપનીએ આ અંગેની જાણકારી તેના તમામ યૂઝર્સને તેમના રજિસ્ટર્જ નંબર પર મેસેજ મોકલીને આપી દીધી છે. કંપની તરફથી જે મેસેજ જાહેર કરવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે Indane ગેસનો બુકિંગ નંબર બદલાઇ ગયો છે, હવે તમે 7718955555 પર ફોન કીને ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. અગાઉ ગેસ બુકિંગ માટેનો નંબર 9911554411 હતો.

વોટ્સએપથી પણ કરાવી શકો છો બુકિંગ

તમે વોટ્સએપથી પણ ગેસ બુકિંગ સેવાનો લાભ લઇ શકો છો. તેનો વોટ્સએપ નંબર 7588888824 છે. વોટ્સએપ પર તમારે REFILL એવું લખીને આ નંબર પર મેસેજ મોકલી આપવાનો રહેશે. આ માટે તમારે રજિસ્ટર્ડ નંબર પરથી વોટ્સએપ મેસેજ મોકલવો આવશ્યક છે. જો તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી વોટ્સએપ મેસેજ નહીં મોકલો તો આ સુવિધાનો લાભ નહીં ઉઠાવી શકો.

નોંધનીય છે કે, તારીખ 1 નવેમ્બરથી એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરીને લઈને નિયમ બદલાઈ જશે. હવે ગેસ સિલિન્ડર મંગાવવા માટે ઓટીપીની જરૂર પડશે. હાલ સરકાર એક વર્ષમાં 12 LPG સિલિન્ડર પર સબ્સિડી આપે છે. તેલ કંપનીઓ ગેસની ચોરી રોકવા અને યોગ્ય વપરાશકારોની ઓળખ માટે નવી વ્યવસ્થા લાગુ કરવા જઈ રહી છે.

(સંકેત)