- ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થતા સરકારે આયાત-નિકાસના ચિત્ર પર પ્રકાશ પાડ્યો
- આ વર્ષે અનેક વસ્તુઓનું દેશમાં જ ઉત્પાદન થતા અન્ય દેશ પર નિર્ભરતા ઘટી
- આયાત ઘટવા સામે દેશમાંથી નિકાસમાં પણ વધારો થયો
નવી દિલ્હી: ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થઇ ચૂક્યો છે ત્યારે હવે સરકારે આયાત નિકાસના ચિત્ર પર પ્રકાશ પાડ્યો છે.
આયાત નિકાસના લેખા જોખામાં આત્મનિર્ભરની એક ઝલક જોવા મળી રહી છે. અનેક એવી વસ્તુઓ છે જેની ગત વર્ષે મોટા પાયે વિદેશથી આયાત થતી હતી પરંતુ હવે આ જ વસ્તુઓનું ભારતમાં ઉત્પાદન થઇ રહ્યું છે. તે ઉપરાંત નિકાસ પણ વધી છે.
ભારતમાં વાણિજ્યિક નિકાસની વાત કરીએ તો ફેબ્રુઆરી 2021માં 27.67 બિલિયન અમેરિક ડોલર રહી હતી. જે ફેબ્રુઆરી 2020ની સરખામણીએ તેમાં ફક્ત 0.25 ટકા ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી 2020માં 27.74 બિલિયન અમેરિકન ડોલર રહ્યો. ફેબ્રુઆરી 2020-21માં 255.92 બિલિયન અમેરિકન ડોલરની નિકાસ થઇ હતી. જ્યારે આ સમયમાં ગત વર્ષે 291.87 બિલિયન અમેરિકન ડોલરની નિકાસ થઇ હતી.
ફેબ્રુઆરી 2021માં ભારતની વાણિજ્યિક આયાત 40.55 બિલિયન અમેરિકન ડોલર રહી. જ્યારે ફેબ્રુઆરી 2020માં 37.90 બિલિયન અમેરિકન ડોલર હતી. જેમાં 6.98 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એપ્રિલ ફેબ્રુઆરી 2020-21 દરમિયાન વાણિજ્યિક આયાત 340.88 બિલિયન અમેરિકન ડોલર હતી. જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં આ આંકડો 443.24 બિલિયન અમેરિકન ડોલર હતો. જે 23.09 ટકા નકારાત્મક વૃદ્વિ દર્શાવે છે.
ફેબ્રુઆરી 2021માં બિન પેટ્રોલિયમ અને બિન રત્ન અને આભૂષણ નિકાસનું મૂલ્ય 22.48 બિલિયન અમેરિકન ડોલર હતો. જ્યારે ફેબ્રુઆરી 2020માં આ 21.28 બિલિયન અમેરિકન ડોલર હતો. આ હિસાબથી ફેબ્રુઆરીમાં 5.65 ટકા વધારો નોંધાયો છે.
ફેબ્રુઆરી 2021માં 8.99 બિલિયન અમેરિકન ડોલરની સરખામણીએ ફેબ્રુઆરી 2020માં તેલ આયાત 10.78 બિલિયન અમેરિકન ડોલર રહ્યો એટલે કે 16.63 ટકા ઘટાડો આવ્યો છે. એપ્રિલ – ફેબ્રુઆરી 2020-21માં તેલની આયાત 72.08 બિલિયન અમેરિકન ડોલરની સરખામણીએ 120.50 બિલિયન અમેરિકન ડોલર રહ્યો જે 40.18 ટકા ઘટાડો દર્શાવે છે.
(સંકેત)