Site icon Revoi.in

સરકાર ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવા માટે લાવશે કાયદો

Social Share

ભારત સરકાર ટૂંક સમયમાં દેશમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે એક નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. સુપ્રીમ કોર્ટના 4 માર્ચના આવેલા આદેશને ધ્યાનમાં રાખીને સરકાર આ પગલું ભરી રહી છે.

સુપ્રીમ કોર્ટના 4 માર્ચના આદેશમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 2018ના સર્ક્યુલરમાં રજૂ કરાયેલા નિર્દેશને નકારી દીધો હતો, જેમાં આરબીઆઇએ બેન્ક અને નાણાકીય સંસ્થાઓ પર ક્રિપ્ટોકરન્સીનું કારોબાર કરવા અથવા તેનાથી સંબંધિત સેવાઓ પ્રદાન રકવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

આરબીઆઈએ એપ્રિલ 2018 માં, બેન્કિંગ સેક્રટરને ક્રિપ્ટોકરન્સી સોદામાં તેમની ગતિવિધિયોને રોકવા માટે 3 મહિનાની નોટિસ આપી હતી. આરબીઆઈના આ નિર્ણયથી ભારતના હજારો ક્રિપ્ટો ટ્રેડર્સને ઝટકો લાગ્યો હતો.

દેશમાં ક્રિપ્ટોકરન્સી કારોબાર પર પ્રતિબંધ લગાવવા સંબંધમાં વિવિધ મંત્રાલયોની વચ્ચે સલાહ-સૂચનો માટે ડ્રાફ્ટ કેબિનેટ નોટ રજૂ કર્યું છે.

જુલાઈ 2019 માં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા માટે એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 2019ના આ પ્રસ્તાવમાં દેશમાં ક્રિપ્ટોકરન્સીના વિવિધ પ્રકારને બેન કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. આ પ્રસતાવમાં દેશમાં ક્રિપ્ટોકરન્સીના કારોબારમાં સંકળાયેલા હોવાનું જણાવાય પર 10 વર્ષની જેલ અથવા વધુમાં વધુ 25 કરોડ રૂપિયાના દંડની પણ ભલામણ કરવામાં આવી છે.

નોંધનીય છે કે ક્રિપ્ટોકરન્સી એક ડિજીટલ અથવા વર્ચ્યુઅલ કરન્સી હોય છે જેમાં તેના યૂનિટના જનરેશન અને ફંડના ટ્રાન્સફર માટે એન્ક્રિપ્કશન તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. તેમને નિયંત્રિત કરતા લોકો દેશની સેન્ટ્રલ બેંકથી અલગ સ્વતંત્ર રૂપથી કામ કરતા હોય છે. કોરોના મહામારીને કારણે અન્ય પરંપરાગત રોકાણ વિકલ્પોમાં જોવા મળેલી મંદીને કારણે છેલ્લા થોડા વર્ષોથી ક્રિપ્ટો ટ્રેડિંગનો કારોબાર મજબૂત રીતે વધ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં કોઈ પણ સરકાર ક્રિપ્ટોકરન્સી ઉપર સફળતાથી પ્રતિબંધ મૂકી શકી નથી. ડિજિટલ વ્યવહારોની ભાળ મેળવવી મુશ્કેલ છે અને તેના વ્યવહાર પણ બહુ જટિલ છે. એટલે પ્રતિબંધ બહુ સફળતા નહીં અપાવે. પ્રતિબંધ હોવા છતાં ક્રિપ્ટોની ખરીદી, એક ક્રિપ્ટો બીજા ક્રિપ્ટોનું ટ્રેડિંગ અને ક્રિપ્ટોનું રોકડમાં રૂપાંતર શક્ય છે, પ્રતિબંધ મૂકવામાં આવે તો એક ગ્રે માર્કેટ ઊભી થશે અને તેના ઉપર નજર રાખવી શક્ય નથી.

(સંકેત)