Site icon Revoi.in

વૃદ્વિ: ભારતનું એપરલ માર્કેટ 185 અબજ ડોલરને આંબી જશે

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પણ દેશનું એપરલ માર્કેટ તેજીથી આગળ વધી રહ્યું છે. વર્ષ 2019માં 108 અબજ ડોલરવાળું આ સેક્ટર 2024-25 સુધીમાં 185 અબજ ડોલર સુધી જઇ શકે છે. આનાથી દેશમાં લીડિંગ બ્રાન્ડ્સને ફાયદો મળી શકે છે. દેશની ટેક્સટાઇલ્સમાં અગ્રણી કંપની એસપીવી ગ્લોબલે આ અંદાજ લગાવ્યો છે.

મહત્વનું છે કે, તાજેતરના વર્ષોમાં યાર્ન સ્પિનિંગ માટે ક્રાંતિકારી તકનીકનો ઉપયોગ શરૂ થયો છે. ઘણા દેશોમાં આ વલણ ઝડપથી વધી રહ્યું છે. શેરબજારમાં લિસ્ટેડ એસવીપી ગ્લોબલ વેન્ચર્સ આ ક્ષેત્રની અગ્રણી કંપની છે. ભારત અને યુરોપની નવીનતમ ટેક્નોલોજી સાથેનો એક અદ્યતન મેન્યુફેક્ચરિંગ યુનિટ, એસવીપી મિકસ્ડ, ઓપન એન્ડેડ અને કોટન યાર્નના વિસ્તૃત પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે વૈશ્વિક બજારોમાં ભાગ લઇ રહી છે.

ભારતીય યાર્ન મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ વિશે વાત કરે તો તે જૂની તકનીકી સ્પિન્ડલસ્થી પીડાય છે. ભારતમાં હાલમાં આશરે 50 કરોડ સ્પિન્ડલ્સની ક્ષમતા છે. આ ક્ષમતાના 98 ટકા 5 વર્ષથી વધુ જૂની છે. 80 ટકા ક્ષમતા 10 વર્ષથી વધુ જૂની છે. ભારતમાં કાપડ બજારના મોટા કેન્દ્રો પર ફેલાયેલા નેટવર્કમાં એસવીપીની વિશાળ ઉપસ્થિતિ છે. આમાં ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, વિયેટનામ, પોર્ટુગલ જેવા દેશોની નિકાસ સમાવિષ્ટ છે.

ભારતીય બજારોમાં કોટન યાર્નના વિકાસ અને નિકાસ અંગે વાત કરતાં વલ્લભ પિટ્ટી ગ્રુપના પ્રમુખ વિનોદ પિટ્ટીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કાપડની માંગમાં વધારો થયો છે. ગ્રાહકો ઓનલાઇન ખરીદી કરે છે ત્યારથી માંગ વધી છે. આનો સીધો ફાયદો ભારતીય યાર્નના ઉત્પાદકોને ચીનના અમેરિકા સાથેના ટ્રેડ વોરથી સંભવિત સારો લાભ થયો છે, ભારત દ્વારા દક્ષિણપૂર્વ પાડોશીથી કાપડ પર પ્રતિબંધ લગાવવા, પુરવઠાના અવરોધો સાથે મળીને કામ કરવાથી ભારતીય યાર્ન નિર્માતાઓને સારી ક્ષમતા સાથે સીધો લાભ થયો છે.

(સંકેત)