1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાની મહામારી વચ્ચે ભારતનું વિદેશી હૂંડિયામણ 545 અબજ ડોલરના નવા શિખરે પહોંચ્યું
કોરોનાની મહામારી વચ્ચે ભારતનું વિદેશી હૂંડિયામણ 545 અબજ ડોલરના નવા શિખરે પહોંચ્યું

કોરોનાની મહામારી વચ્ચે ભારતનું વિદેશી હૂંડિયામણ 545 અબજ ડોલરના નવા શિખરે પહોંચ્યું

0
Social Share
  • કોરોનાની મહામારી વચ્ચે ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વૃદ્વિ
  • ભારતનું ફોરેક્સ રિઝર્વ 3.37 અબજ ડોલરથી વધીને 545.03 અબજ ડોલર થયું
  • ફોરેન કરન્સી એસેટ્સમાં વધારાથી ફોરેક્સ રિઝર્વ વધ્યું

કોરોનાની મહામારી વચ્ચે ભારતના વિદેશી હૂંડિયામણમાં વૃદ્વિની ચાલ યથાવત્ રહી છે અને સતત નવા શિખર સર કરી રહ્યું છે. રિઝર્વ બેંક અનુસાર 18મી સપ્ટેમ્બર, 2020ના રોજ ભારતનું ફોરેક્સ રિઝર્વ 3.37 અબજ ડોલરથી વધીને 545.03 અબજ ડોલરની ઓલટાઇમ હાઇ લેવલનું સ્પર્શી ગયું છે. જ્યારે તેની પૂર્વે 11 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ 35.3 કરોડ ડોલર ઘટીને 541.66 અબજ ડોલર થયું હતું.

ફોરેન કરન્સી એસેટ્સમાં વધારાને કારણે વિદેશી હૂંડિયામણમાં સતત વૃદ્વિ જોવા મળી રહી છે. ફોરેક્સ રિઝર્વમાં ફોરેન કરન્સી એસેટ્સનું સૌથી મહત્વનું યોગદાન છે. રિઝર્વ બેંક અનુસાર સમિક્ષાધીન સમયગાળામાં ફોરેન કરન્સી એસેટ્સ 3.94 અબજ ડોલર વધીને 501.46 અબજ ડોલર નોંધાયું છે. ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના ઘસારાની અસર પણ એફસીએ પર પડે છે.

જો કે બીજી તરફ સમિક્ષાધીન સમયગાળામાં ભારતનું ગોલ્ડ રિઝર્વ 58 કરોડ ડોલરથી ઘટીને 37.44 અબજ ડોલર થયું છે.

મહત્વનું છે કે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 10 લાખ ડોલર વધીને 1.48 અબજ ડોલર થયા છે. તો IMFમાં ભારતની રિઝર્વ પોઝિશન 1.4 કરોડ ડોલર વધીને 4.65 અબજ ડોલર થઇ ગઇ છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code