1. Home
  2. ગુજરાતી
  3. ભારતનું વિદેશી હૂંડિયામણ બે સપ્તાહ બાદ 4.4 અબજ ડોલર વધ્યું
ભારતનું વિદેશી હૂંડિયામણ બે સપ્તાહ બાદ 4.4 અબજ ડોલર વધ્યું

ભારતનું વિદેશી હૂંડિયામણ બે સપ્તાહ બાદ 4.4 અબજ ડોલર વધ્યું

0
Social Share
  • બે સપ્તાહના ઘટાડા બાદ ભારતના વિદેશી હૂંડિયામણમાં વૃદ્વિ
  • ભારતનું ફોરેક્સ રિઝર્વ 4.34 અબજ ડોલર વધીને 581.21 અબજ ડોલર થયું
  • 29, જાન્યુઆરી 2021ના રોજ ભારતનું ફોરેક્સ રિઝર્વ 59.18 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યું હતું

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે સતત બે સપ્તાહ ઘટાડા બાદ ફરીથી ભારતના વિદેશી હૂંડિયામણમાં વૃદ્વિ જોવા મળી છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર ભારતનું ફોરેક્સ રિઝર્વ 9 એપ્રિલ, 2021ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે 4.34 અબજ ડોલર વધીને 581.21 અબજ ડોલર થયું છે. જ્યારે તેની અગાઉના 2 એપ્રિલે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતનું ફોરેક્સ રિઝર્વ 2.42 અબજ ડોલર ઘટીને 576.28 અબજ ડોલર થયું હતું. ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાથી વિદેશી હૂંડિયામણ ઘટે છે.

આપને જણાવી દઇએ કે, 29, જાન્યુઆરી 2021ના રોજ ભારતનું ફોરેક્સ રિઝર્વ 59.18 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યું હતું.

રિઝર્વ બેન્કના આંકડા મુજબ ફોરેન કરન્સી એસેટ્સ 3.02 અબજ ડોલર વધીને 539.45 અબજ ડોલર થયું છે. ડોલર ઉપરાંતની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ FCA પર પડે છે. ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં વૃદ્ધિનું મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટ્સમાં વધારો છે જે સમગ્ર વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સૌથી વધુ હિસ્સેદારી ધરાવે છે.

બીજી તરફ ભારતના ગોલ્ડ રિઝર્વ પર નજર કરીએ તો તે 1.30 અબજ ડૉલર વધીને 35.32 અબજ ડોલર થયું છે. તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ભારતનાં સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 60 લાખ ડોલર વધીને 1.49 અબજ ડોલર થયા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code