Site icon Revoi.in

ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત ચોથા સપ્તાહે વૃદ્વિ, ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું

Social Share

નવી દિલ્હી: કોરોનાના સંકટકાળમાં પણ ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત આગેકૂચ ચાલુ છે અને તે સતત ચોથા સપ્તાહે નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 23 ઑક્ટોબરના રોજ ભારતનું ફોરેક્સ રિઝર્વ 5.41 અબજ ડોલર વધીને 560.53 અબજ ડોલરના નવા સર્વોચ્ચ શિખરને આંબી ગયું છે. જ્યારે તેની અગાઉ 16મી ઑક્ટોબરના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 555.12 અબજ ડોલર અને 9 ઑક્ટોબરના રોજ 551.50 અબજ ડોલર અને બીજી ઑક્ટોબરના રોજ 545.63 અબજ ડોલરની નવી વિક્રમી ઉંચાઇએ નોંધાયું હતું.

ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ એફસીએ પર પડે છે.

ભારતના વિદેશી હૂંડિયામણમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચવાનું મુખ્ય કારણ ફોરેક્સ કરન્સી એસેટ્સમાં વધારો છે, જે કુ ફોરેક્સ રિઝર્વમાં સૌથી વધારે યોગદાન આપે છે.

રિઝર્વ બેન્કના આંકડા મુજબ સમિક્ષાધીન સમયગાળામાં ફોરેન કરન્સી એસેટ્સ 5.20 અબજ ડોલર વધીને 517.52 અબજ ડોલર નોંધાયુ છે. ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ એફસીએ પર પડે છે.

ભારતનું ગોલ્ડ રિઝર્વ પણ 17.5 કરોડ ડોલર વધીને 36.86 અબજ ડોલર થયું હતું.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 80 કરોડ ડોલરથી વધીને 1.48 અબજ ડોલર થયા હતા. તો IMFમાં ભારતની રિઝર્વ પોઝિશન 2.7 કરોડ ડોલર વધીને 4.46 અબજ ડોલર થઇ હતી.

(સંકેત)