Site icon Revoi.in

ભાવવધારાને કારણે ફેબ્રુઆરીમાં ઇંધણનો વપરાશ 5 માસને તળિયે

Social Share

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધતા ઇંધણના કુલ વપરાશમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે અને તે પાંચ મહિનાના સૌથી નીચા સ્તરે ઉતરી રહી છે. પેટ્રોલિયમ તેમજ કુદરતી ગેસ મંત્રાલયના હસ્તક હેઠળના પેટ્રોલિયમ એન્ડ એનાલિસિસ સેલના આંકડાઓ અનુસાર ફેબ્રુઆરી 2021માં વાર્ષિક તુલનાએ ઇંધણની વપરાશમાં 4.6 ટકાનો ઘટાડો આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દેશમાં પેટ્રોલ-ડીઝલની રિટેલ કિંમતો સતત વધીને ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચતા તેના વપરાશમાં ઘટાડો આવ્યો અને તે ગત સપ્ટેમ્બર પછીના સૌથી ઉંચા સ્તરે રહી છે.

નિષ્ણાંતોના મતે “વાસ્તવિક સુધારણા જોવા માટે પહેલાં કિંમતોમાં ઘટાડો કરવો પડશે અથવા કોરોનાવાયરસના કેસોમાં ઘટાડો થવો જોઈએ, કેમ કે કેટલાક લોકો હજી પણ મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.”

ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરીમાં ઇંધણની વપરાશમાં છેલ્લા પાંચ મહિનાનો પહેલો ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારની તેજી પાછળ ભારતમાં પેટ્રોલ અને ગેસઓઇલના ભાવ વધીને ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગયા છે.

ડીઝલનો વપરાશ એ આર્થિક વૃદ્ધિનું માપદંડ છે અને ભારતમાં ઇંધણના કુલ વપરાશમાં 40 ટકા હિસ્સેદારી ધરાવે છે, તેનોં વપરાશ ફેબ્રુઆરી 65.5 લાખ ટન નોંધાયો છે જે માસિક તુલનાએ 3.8 ટકા અને વાર્ષિક તુલનાએ 8.5 ટકાનો ઘટાડો દર્શાવે છે. તો પેટ્રોલનું વેચાણ વાર્ષિક તુલનાએ 3 ટકા અને માસિક સરખામણીએ 6.5 ટકા ઘટીને 24.4 લાખ ટન નોંધાયુ છે.

(સંકેત)