Site icon Revoi.in

ભારતના ઑનલાઇન ફર્નિચરની માંગ વધી, આગામી 5 વર્ષમાં તે 40 અબજ ડૉલરને આંબશે

Social Share

નવી દિલ્હી: સાંપ્રત સમયમાં ભારતમાં ઑનલાઇન ફર્નિંચરનું માર્કેટ ધમધમી રહ્યું છે ત્યારે આગામી પાંચ વર્ષમાં ઑનલાઇન ફર્નિચર અને હોમ માર્કેટ 40 અબજ ડૉલર સુધી પહોંચવાની તૈયારીમાં છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ઘરનું વેચાણ તેમજ ઑનલાઇન ફર્નિચર માર્કેટ 39 ટકાના સરેરાશ વાર્ષિક વૃદ્વિદર સાથે વધવાનો અંદાજ છે. ઑનલાઇન હોમની શ્રેણીમાં રાચરચીલું, મેટ્રેસિસ અને લાઇટિંગ સમાવિષ્ટ છે.

ઓનલાઈન ફર્નિચર કેટેગરી આગામી પાંચ વર્ષમાં પ્રતિ ગ્રાહક દીઠ વાર્ષિક ખર્ચમાં 1.8 ગણી વૃદ્ધિ સાથે ખરીદી ત્રણ ગણી વધવાની અપેક્ષા છે. ઓનલાઈન ફર્નિચર કેટેગરીમાં મોટી વૃદ્ધિ જોવા મળી રહી છે અને વધુને વધુ ગ્રાહકો વધારે કિંમતવાળા ફર્નિચર માટે ઓનલાઇન ખરીદી વિશ્વાસ મૂકી રહ્યા છે.

તેવી જ રીતે, ઑનલાઇન હોમ કેટેગરીમાં ગ્રાહક દીઠ વાર્ષિક ખર્ચમાં 1.3 ગણી વૃદ્ધિ સાથે આગામી પાંચ વર્ષમાં અઢી ગણી વૃદ્ધિની અપેક્ષા છે. ફર્નિચર કેટેગરીમાં, વર્ટિકલ્સે પોતાનુ એક વિશિષ્ટ સ્થાન બનાવ્યુ છે. વર્ટિકલ્સ પ્રીમિયમ “સોલિડ વૂડ” માર્કેટ પર પ્રભુત્વ ધરાવે છે.