1. Home
  2. ગુજરાતી
  3. દેશના ઓઇલ-ગેસ સેક્ટરમાં 206 અબજ ડોલરનું મૂડીરોકાણ આવી શકે છે
દેશના ઓઇલ-ગેસ સેક્ટરમાં 206 અબજ ડોલરનું મૂડીરોકાણ આવી શકે છે

દેશના ઓઇલ-ગેસ સેક્ટરમાં 206 અબજ ડોલરનું મૂડીરોકાણ આવી શકે છે

0
Social Share
  • ભારત સરકાર સતત નવું વિદેશી રોકાણ આકર્ષિત કરવા માટે પ્રયાસરત
  • ભારતમાં આગામી 8-10 વર્ષણાં ઓઇલ-ગેસ ક્ષેત્ર 206 અબજ ડોલરનું રોકાણ થશે
  • PM મોદી વિદેશી રોકાણકારોને આત્મનિર્ભર ભારતની યોજનાનો લાભ લેવા આકર્ષિત કરશે

નવી દિલ્હી: ભારત સરકાર સતત વિદેશમાં મૂડીરોકાણને આકર્ષિત કરવા માટે પ્રયાસરત રહેતી હોય છે ત્યારે હવે ભારતમાં આગામી 8 થી 10 વર્ષમાં ઓઇલ-ગેસ સેક્ટરમાં 206 અબજ ડોલરનું નવું રોકાણ જોવા મળે તેવી સંભાવના છે. આજે ભારતના પીએમ નરેન્દ્ર મોદી CERA વીકમાં ઇન્ડિયા એનર્જી ફોરમ દ્વારા ટોચના ગ્લોબલ એક્ઝિક્યુટિવ્સને સંબોધિત કરશે. તે દરમિયાન વિદેશી રોકાણકારોને આત્મનિર્ભર ભારતની યોજનાનો લાભ લેવા આકર્ષિત કરશે.

કોરોના બાદ લાગુ થયેલા લોકડાઉન કટોકટી દરમિયાન તળિયે ગયેલા ઇંધણના વેપારમાં ધીમી ગતિએ વૃદ્વિ જોવા મળી રહી છે. ભારત વિશ્વમાં ક્રૂડ ઓઇલની આયાત અને પેટ્રોલ-ડીઝલના વપરાશમાં અગ્રણી દેશ છે.

આ ત્રણ દિવસીય ફોરમમમાં ડેન બ્રુવલેટ (યુએસના ઉર્જા સચિવ), પ્રિન્સ અબ્દુલાઝિઝ (સાઉદી અરિયાના ઉર્જા પ્રધાન) અને સુલતાન અહમદ અલ જાબીર (અબુધાબી નેશનલ ઓઇન કંપનીના સીઇઓ) ભાગ લેશે.

આ પ્રકારની વૈશ્વિક બેઠકનું મહત્વ ત્યારે વધી જાય છે જ્યારે ખ્યાલ આવે કે આ દાયકામાં દેશ આટલા રોકાણ માટે સજ્જ છે. જેમાં ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, LNG ક્ષમતામાં વધારો, પાઇપલાઇન્સ અને સીજીડી નેટવર્કમાં 67 અબજ ડોલરના રોકાણનો સમાવેશ થાય છે. ટોટલ, એક્ઝોન મોબીલ અને શેલ જેવા વૈશ્વિક માર્કેટ પ્લેયર્સે આ ક્ષેત્રમાં રૂચી દર્શાવી છે. તેમણે સંકેત આપ્યા છે કે રિલાયન્સ-બીપી, ONGC અને ઓઇલ ઇન્ડિયા સાથે મળીને, એક્સપ્લોરેશન અને ઉત્પાદનના પરિદ્રશ્યમાં લગભગ 59 અબજ ડોલરનું બિલિયનનું રોકાણ કરશે.

નોંધનીય છે કે પ્રવર્તમાન સમયગાળો એવો છે જ્યારે કોરોના મહામારી અને તેને લોકડાઉ લાગુ કરાયેલા લોકડાઉનના કારણે ઇંધણની માંગ નોંધપાત્ર સંકોચાઇ ગઇ હતી અને ત્યારબાદ અર્થતંત્ર ખુલ્યા બાદ ઇંધણના વેચાણમાં વૃદ્ધિ થઇ રહી છે. ઓક્ટોબર 2020ના પહેલા પખવાડિયા દરમિયાન પેટ્રોલની માંગમાં 1.5 ટકાનો વધારો થયો હતો. વાર્ષિક તુલનાએ આ સમયગાળામાં ડીઝલનું વેચાણ 8.79 ટકા અને એલપીજીનું 6.93 ટકા વધ્યુ છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code