Site icon Revoi.in

ફેબ્રુઆરી મહિનામાં ખાડનું ઉત્પાદન 20 ટકા વધી 2.33 કરોડ ટને પહોંચ્યું

Social Share

નવી દિલ્હી: વર્તમાન મોસમમાં ઑક્ટોબરથી ફેબ્રુઆરીના પ્રથમ પાંચ મહિનામાં દેશમાં ખાંડનું ઉત્પાદન 20 ટકા વૃદ્વિ સાથે 2.33 કરોડ ટન્સ રહ્યું છે. કેટલીક મિલોએ તો પિલાણ કામગીરી સામાન્ય કરતા વહેલી બંધ કરી દીધી હોવાનું ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વમાં ભારત ખાંડનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. ભારતમાં ખાંડના વધુ ઉત્પાદનથી વૈશ્વિક બાવ પર અસર પડી શકે છે.1લી ઑક્ટોબર  2020થી શરૂ થયેલી વર્તમાન ખાંડ મોસમમાં 502 મિલોએ પિલાણ કામગીરી શરૂ કરી હતી જેમાંથી 98 મિલોએ ફેબ્રુઆરીના અંતે કામગીરી બંધ કરી દીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગત વર્ષે ફેબ્રુઆરીના અંતે 70 મિલોએ પિલાણ કામગીરી બંધ કરી દીધી હતી. દેશમાં ખાંડના મોટા ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રએ વર્તમાન મોસમના પ્રથમ પાંચ મહિનામાં 85 લાખ ટન્સ ખાંડનું ઉત્પાદન કર્યું છે જે ગત વર્ષના આ ગાળામાં 50.70 લાખ ટન્સ રહ્યું હતું.

નોંધનીય છે કે વર્તમાન મોસમમાં મિલોએ અત્યારસુધી 32 લાખ ટન્સ ખાંડના નિકાસ કરાર કર્યા છે, પરંતુ કન્ટેનર્સની અછત તથા બંદરો ખાતે પૂરતા જહાજો ઉપલબ્ધ નહીં હોવાથી નિકાસ કામગીરી ધીમી ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

(સંકેત)