Site icon Revoi.in

ભારતની ઉપલબ્ધિ! આરબ દેશોના ફૂડ સપ્લાયરમાં ભારત ટોપ પર, 15 વર્ષે બ્રાઝિલને પછાડ્યું

Social Share

નવી દિલ્હી: ભારત હવે વિશ્વમાં એક અગ્રિમ નિકાસકાર તરીકે પણ ઉભરી રહ્યું છે. આજે ભારતમાંથી દર વર્ષે અનેક પ્રોડક્ટ્સની મોટા પાયે નિકાસ થાય છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં આરબ દેશોમાં ખાદ્યપદાર્થોની નિકાસમાં ભારત વિશ્વમાં ટોચ પર બિરાજમાન થઇ ચૂક્યું છે. ખાદ્યપદાર્થોની નિકાસમાં 15 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત ટોચ પર છે.

ભારતે નિકાસમાં ભારતને પણ પછાડ્યું છે. બ્રાઝિલને પછાડીને આરબ દેશોમાં નંબર વન ક્રૂડ સપ્લાયર ભારત બન્યું છે આરબ-બ્રાઝિલિયન ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગત વર્ષે કોવિડ મહામારીને કારણે વૈશ્વિક વ્યાપાર ખોરવાયો હતો.

આંકડા અનુસાર આરબ દેશોને ખાદ્યપદાર્થો સપ્લાય કરતા 22 દેશોમાં બ્રાઝિલની નિકાસનો 8.15 ટકા હિસ્સો હતો, પરંતુ ભારતે 2020માં 8.25 ટકા બજાર કબ્જે કરીને છેલ્લા 15 વર્ષમાં પ્રથમ વખત આરબ દેશોને સૌથી મોટો ખાદ્ય સપ્લાય કરનાર દેશ બન્યો છે.

અગાઉ બ્રાઝિલના જહાજો એક મહિનામાં સાઉદી અરેબિયા પહોંચતા હતા, હવે તેમને પહોંચવામાં બે મહિના લાગે છે, જ્યારે ભારત તેની ખૂબ નજીક હોવાથી ત્યાં માત્ર એક અઠવાડિયામાં ફળો, શાકભાજી, ખાંડ, અનાજ અને માંસ પહોંચાડતું હતુ.

નોંધનીય છે કે, કોરોના મહામારી દરમિયાન ચીને આરબ દેશોમાં તેના ખાદ્ય ઉત્પાદનોની ઉપલબ્ધતા પણ વધારી દીધી હતી, જેના કારણે આ ક્ષેત્રમાં બ્રાઝિલના બિઝનેસને ભારે ફટકો પડ્યો છે.