Site icon Revoi.in

કોરોનાના કહેર છતાં ભારતીય અર્થતંત્ર સૌથી ઝડપી ગતિએ વિકાસ પામશે

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર બાદ ભારતીય અર્થતંત્રની ક્ષમતા અને કાર્યક્ષમતાને લઇને સવાલ ઉપસ્થિત થઇ રહ્યા હતા, પરંતુ, એક મહત્વના રિપોર્ટ અનુસાર ભારતમાં કોરોનાની પહેલી અને હવે બીજી લહેર છતા પણ ઇકોનોમી ઝડપી ગતિએ પાટા પર આવશે.

કોરોના મહામારી બાદ પણ ભારતના અર્થતંત્રનો વિકાસદર વિશ્વમાં સૌથી વધુ હોવાનો અંદાજ મુકાઈ રહ્યું છે.આ સર્વેમાં ભારતની મંદ ઉત્પાદન પ્રવૃતિ, સેવા ક્ષેત્રને પડેલ કોરોનાની માર અને ધીમી રસીકરણની ગતિ જેવા અનેક મુદ્દાઓને પણ ધ્યાને લેવામાં આવ્યા છે.

બ્લૂમબર્ગ અનુસાર ભારતના અનેક રાજ્યોમાં કોરોના મહામારીની બીજી લહેરને રોકવા માટે લાદેલ નિયંત્રણોને કારણે અર્થતંત્રને ઝટકો લાગશે તેવી આશંકા છતાં અનલોકની પ્રક્રિયા ભારતમાં ઝડપી હશે અને હાલમાં જ ચાલુ થયેલ નાણાંકીય વર્ષ 2021-22માં ભારતનો વિકાસદર 10 ટકાની આસપાસ રહેશે.

સોમવારે 31મી મે, 2021ના રોજ જાન્યુઆરી-માર્ચ કવાર્ટરના વિકાસદરના આંકડા જાહેર થવાના છે. દેશનો જીડીપી ગ્રોથ રેટ 1%ની આસપાસ રહેવાની સંભાવના છે. જો વિકાસદર પોઝીટીવ રહેશે તો કોરોના મહામારીને કારણે મંદીમાં ધકેલાયેલ ભારત માટે આ સતત બીજો ત્રિમાસિકગાળો હશે જેમાં અર્થતંત્ર વેગવંતુ રહેશે.