Site icon Revoi.in

ભારતમાં ઇ-શોપિંગનો વધતો ક્રેઝ: ઇ-શોપિંગ 2026 સુધીમાં 500 અબજ ડૉલરે પહોંચશે

Social Share

નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના દોરમાં સ્માર્ટફોન ખૂબ જ અનિવાર્ય બની ગયું છે ત્યારે સ્માર્ટફોનના સતત વધતા વપરાશને કારણે દેશમાં ઑનલાઇન શોપિંગનો ટ્રેન્ડ પણ ખૂબ જ વધ્યો છે. ઑનલાઇન શોપિંગને લઇને એક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય પરિવારો દ્વારા કુલ ઑનલાઇન વપરાશમાં 2.5 ગણો વધારો થશે.

અહેવાલ અનુસાર, પરિવારોનો હાલ ઓનલાઇન શોપિંગ પાછળ 13થી 14 હજાર ડોલર ખર્ચે તે રકમ વધીને 19 થી 20 હજાર ડોલર સુધી જઇ શકે છે, આમ કુલ ખર્ચ 460-480 અબજ ડોલર છે.

આ સમયગાળામાં અમેરિકા બાદ ભારત બીજા સ્થાને હશે જેમાં 12.5 કરોડ ભારતીય પરિવારો હશે જેમનો સરેરાશ પરિવાર દીઠ ખર્ચ 25,000 ડોલર જેટલો હશે.

બેંગલુરુની એક કંપની દ્વારા કરાયેલા સર્વે અનુસાર, ભારતના મુખ્ય શહેરોમાં 1.6 કરોડ ગેટેડ સમુદાયિક પરિવારોમાંથી 90-95 ટકા હવે ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે.

અહેવાલનું માનીએ તો વર્ષ 2026 સુધીમાં ભારતીય ગેટેડ સમુદાયોમાં કુલ વપરાશ અઢી ગણો વધીને 500 અબજ ડોલર સુધી પહોંચશે. દેશના ટોચના-50 શહેરોમાં 45 ટકા ખર્ચ અને 32 ટકા વસ્તી સાથે ભારતની વપરાશ કહાણીનો મહત્વપૂર્ણ ભાગ છે.