- કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર
- ભારતના PMI ઇન્ડેક્સમાં ઝડપી વૃદ્વિ જોવા મળી છે
- રોજગારમાં કાપની ગતિ 10 મહિનાની નીચી સપાટીએ રહી છે
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે સારા સમાચાર છે. માગ તથા ઉત્પાદનમાં વધારો થતાં ભારતના જાન્યુઆરીના ઉત્પાદન ક્ષેત્રના પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સમાં ઝડપી વૃદ્વિ જોવા મળી છે. પીએમઆઇ રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં રોજગારમાં કાપ પણની ગતિ પણ મંદ પડી છે. રોજગારમાં કાપની ગતિ 10 મહિનાની નીચી સપાટીએ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્પાદન ક્ષેત્રનો નિક્કી પીએમઆઇ જે ડિસેમ્બરમાં 56.40 રહ્યો હતો તે જાન્યુઆરીમાં 57.70 રહ્યો હતો. 50થી ઉપરના પીએમઆઇને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવાય છે. જાન્યુઆરીમાં સતત છઠ્ઠા મહિને પીએમઆઇ 50ની ઉપર રહ્યો છે. જાન્યુઆરીનો પીએમઆઇ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે.
નવા ઓર્ડરો સંબંધિત સબ-ઈન્ડેકસ ઓકટોબર બાદ સૌથી ઊંચો રહ્યો છે, જે માગમાં મજબૂત વૃદ્ધિના સંકેત આપે છે. કંપનીઓ પણ ઉત્પાદનમાં વધારો કરી રહી છે, જે ટૂંકા ગાળે ક્ષમતામાં વિસ્તરના વિકલ્પ હોવાનું સૂચવે છે, એમ ઈન્ડેકસ તૈયાર કરનાર આઈએચએસ માર્કિટના રિપોર્ટમાં જણાવાયું હતું,
ભારતમાં કોરોનાવાઈરસની વેકસિનના સફળતાપૂર્વક લોન્ચિસને કારણે માગમાં વધારો થવાની મોટાભાગની રેટિંગ એજન્સીઓની ધારણાં રહી છે.
માગ તથા ઉત્પાદનમાં વધારો છતાં કંપનીઓ દ્વારા રોજગારમાં કાપ મૂકવાનું ચાલુ છે. જો કે જાન્યુઆરીમાં કર્મચારીઓની છટણીનો આંક દસ માસની નીચી સપાટીએ રહ્યો છે.
દરમિયાન કાચા માલના ભાવમાં વધારો થતાં ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓએ તેમના માલસામાનની કિંમતમાં વધારો કરવાની ફરજ પડી રહી છે. જાન્યુઆરીમાં ઉત્પાદનોની કિંમતમાં વધારો એક વર્ષ કરતા પણ ઊંચી સપાટીએ રહ્યો છે.
(સંકેત)