Site icon Revoi.in

રેલવેએ પરિવહનમાં વૃદ્વિ જાળવી રાખી, મે મહિનામાં 11.48 કરોડ ટન માલસામાનનું કર્યું પરિવહન

Social Share

નવી દિલ્હી: ભારતીય રેલવેએ કોરોના મહામારી દરમિયાન પણ ચાલુ નાણાકીય વર્ષમાં સતત બીજા મહિને પણ પરિવહનમાં વૃદ્વિ જાળવી રાખી છે. રેલવેએ, મે 2021માં 11.48 કરોડ ટન માલ સામાનનું પરિવહન કર્યું છે. આ, અગાઉના મે, 2019ના 10.46 કરોડ ટનના પરિવહનની સરખામણીએ 9.7 ટકા વધુ છે.

આપને જણાવી દઇએ કે, એપ્રિલ 2021માં પણ માલ સામાનનું પરિવહન વર્ષ 2019ના સ્તરને વટાવી ગયું હતું અને રેલવેએ 11.14 કરોડ ટન માલનું પરિવહન કર્યું હતું. તે એપ્રિલ 2019ના સ્તરથી 10 ટકા વધુ હતુ.

બીજી તરફ વર્ષ 2020માં પરિવહનના સ્તરની સરખામણીએ ટ્રાન્સપોર્ટેશનમાં ઝડપી ગતિએ વૃદ્વિ જોવા મળી છે. કારણ કે કોરોના મહામારીની પ્રથમ લહેર દરમિયાન દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું જેનાથી આર્થિક ગતિવિધિઓ પર વિપરિત અસર જોવા મળી હતી.

ખાસ કરીને મુસાફરી ટ્રેનો બંધ રહેતા વધુ ટ્રેક ઉપલબ્ધ હોવાથી તેમજ માલગાડીઓની ઝડપ વધવાને કારણે પણ આ શક્ય બન્યું છે. એક રીતે રેલવેએ વર્ષ 2020-21માં રેકોર્ડ પરિવહન નોંધાવ્યું છે. તે ઉપરાંત રેલવેથી અમુક નવા જિંસોનું પરિવહન પણ ઝડપી ગતિએ કરવામાં આવ્યું છે. રેલવે બોર્ડના ચેરમેન સુનિત શર્માએ કહ્યું હતું કે ફેરફાર જારી છે અને ટકાઉ છે. અમે અમારા ફ્રેટ બાસ્કેટમાં નવા જિંસ જોડી રહ્યા છીએ.