- આર્થિક રિકવરી બાદ વેન્ચર કેપિટલ રોકાણકારોનો ભારતીય સ્ટાર્ટઅપમાં વિશ્વાસ વધ્યો
- ભારતીય સ્ટાર્ટઅપ્સે ચાલુ વર્ષે 16.9 બિલિયન ડૉલરનું VC ફંડિગ એકત્ર કર્યું
- જે એશિયા પેસિફિક દેશોમાં ચીન પછી સૌથી વધુ છે
નવી દિલ્હી: ભારતીય સ્ટાર્ટઅપ્સે વર્ષ 2021માં 16.9 અબજ ડૉલરનું વેન્ચર કેપિટલ ફંડિગ એકત્ર કર્યું છે. જે એશિયા પેસિફિક દેશોમાં ચીન પછી સૌથી વધુ છે. ગ્લોબલ ડેટાના માધ્યમથી આ જાણકારી મળી છે.
કોરોનાની બીજી લહેર બાદ વ્યાપક અને ધીમી પણ સ્થિર ગતિએ જોવા મળી રહેલી આર્થિક રિકવરી વચ્ચે વેન્ચર કેપિટલ રોકાણકારો ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હોય તેવું લાગે છે. જાન્યુઆરીથી જુલાઇ 2021 દરમિયાન APAC દેશો વચ્ચે ભારતીય સ્ટાર્ટઅપ્સ વીસી ફંડિગના સંદર્ભમાં માત્ર ચીનથી પાછળ છે.
જાન્યુઆરી-જુલાઈ 2021 દરમિયાન ભારતમાં કુલ 828 વીસી ફંડિંગ ડીલની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે આ સોદાઓની કુલ ડિસ્ક્લોઝ્ડ ફંડિંગ વેલ્યૂ 16.9 અબજ ડોલર હતી.
જાન્યુઆરી-જુલાઈ 2021 દરમિયાન ભારતમાં જાહેર કરાયેલા કેટલાક નોંધપાત્ર વીસી ફંડિંગ સોદાઓમાં ફ્લિપકાર્ટ દ્વારા 3.6 અબજ ડોલર, મોહલ્લા ટેક (શેરચેટ) દ્વારા 50.2 કરોડ ડોલર, ઝોમેટો દ્વારા આશરે 50 કરોડ ડોલર અને થિંક અને લર્ન દ્વારા 46 કરોડ ડોલર એકત્ર કરવામાં આવ્યા છે.
યુએસ અને ચીન પાછળ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમની સૌથી મોટી ટેક યુનિકોર્ન ઇકોસિસ્ટમ ધરાવે છે.