- ફોરેન કરન્સી એસેટ્સમાં વધારાથી ભારતનું ફોરેક્સ રિઝર્વ વધ્યું
- ભારતનું ફોરેક્સ રિઝર્વ 2.56 અબજ ડોલર વધીને 581.13 અબજ ડોલરની સપાટીએ
- ફોરેન કરન્સી એસેટ્સ 38 અબજ ડોલર વધીને 537.72 અબજ ડોલર નોંધાયું
કોરોના મહામારી વચ્ચે પણ ભારતનું વિદેશી હૂંડિયામણ સતત નવા ઉંચા શિખર સર કરી રહ્યું છે. રિઝર્વ બેંકના આંકડાઓ અનુસાર 18મી ડિસેમ્બરે પૂર્ણ થયેલા સપ્તાહના અંતે ભારતનું ફોરેક્સ રિઝર્વ 2.56 અબજ ડોલર વધીને 581.13 અબજ ડોલરની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું. જો કે તેના અગાઉના સપ્તાહ દરમિયાન ફોરેક્સ રિઝર્વમાં 77.8 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો અને તે 578.56 અબજ ડોલર થયું હતું.
આપને જણાવી દઇએ કે ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધઘટની અસર પણ એફસીએ પર પડે છે. ભારતના વિદેશી હૂંડિયામણમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચવાનું મુખ્ય કારણ ફોરેન કરન્સી એસેટ્સમાં વધારો છે, જે કુલ ફોરેક્સ રિઝર્વમાં સૌથી વધારે યોગદાન આપે છે.
રિઝર્વ બેન્કના આંકડા મુજબ સમિક્ષાધીન સમયગાળામાં ફોરેન કરન્સી એસેટ્સ 1.38 અબજ ડોલર વધીને 537.72 અબજ ડોલર નોંધાયુ છે.
તો સમિક્ષાધીન સમયગાળામાં ભારતનું ગોલ્ડ રિઝર્વ પણ 1 અબજ ડોલર વધીને 37.02 અબજ ડોલર થયુ હતુ. તેવી જ રીતે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ 1.2 કરોડ ડોલર વધીને 1.51 અબજ ડોલર થયા હતા.. તો IMFમાં ભારતની રિઝર્વ પોઝિશન 16 કરોડ ડોલર વધીને 4.87 અબજ ડોલર થઇ હતી.
(સંકેત)