Site icon Revoi.in

દેશમાં કોરોનાના સંકટ વચ્ચે હવે જુલાઈમાં મોંઘવારી દર વધીને 6.93 ટકા

Social Share

 

જુલાઈ માસમાં મોંઘવારી દર વધીને 6.93 ટકા
– જૂન મહિનાનો મોંઘવારી દરનો આંકડો સરકારે સુધારીને 6.23 ટકા જાહેર કર્યો
– આજે જાહેર થયેલો મોંઘવારી દર રિઝર્વ બેન્કના મીડ-ટર્મ ઇન્ફ્લેશન ટાર્ગેટથી ઉપર

કોરોનાના કાળમાં દેશનું આર્થિક ચિત્ર વધુને વધુ ગંભીર બની રહ્યું છે. બીજી તરફ લોકોની આવક ઘટી છે અને મોંઘવારી પણ વધી છે. જુલાઈ મહિનામાં ગ્રાહક ભાવાંકની રીતે રિટેલ ફુગાવો સાધારણ વધીને 6.93 ટકા નોંધાયો છે, ઉત્તર ભારતમાં પૂરને કારણે ખાદ્ય ચીજવસ્તુના ભાવ વધ્યા છે.

ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર જુનના 8.72 ટકાથી વધીને જુલાઈમાં 9.62 ટકાના સ્તરે પહોંચી ગયો છે. તે ઉપરાંત સરકારે જૂન મહિનાના મોંઘવારી દરનો આંકડો સુધારીને 6.23 ટકા જાહેર કર્યો છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જાહેર થયેલો મોંઘવારી દર રિઝર્વ બેન્કના મીડ-ટર્મ ઇન્ફ્લેશન ટાર્ગેટથી ઉપર છે. ઉંચા રિટેલ ફુગાવાના કારણે રિઝર્વ બેન્કે તાજેતરમાં યોજાયેલી ધિરાણનીતિની બેઠકમાં નાણાંકીય નીતિગત દરો સ્થિર રાખ્યા હતા.

(સંકેત)