Site icon Revoi.in

મોંઘવારીએ વિશ્વને લીધુ ભરડામાં, આ દેશોની મોંઘવારીનો દર જોઇને તમે ચોંકી જશો!

Social Share

વિશ્વમાં અત્યારે સૌથી વધુ કોઇ સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા હોય તો તે મોંઘવારી છે. વિશ્વના અનેક દેશોમાં કમરતોડ મોંઘવારીથી સામાન્ય પ્રજા ત્રસ્ત છે અને મોંઘવારીનો માર સહન કરી રહી છે. જો કે માત્ર ભારત જ નહીં વિશ્વના અન્ય દેશો પણ મોંઘવારી સામે ઝઝુમી રહ્યાં છે. ભારત સિવાય વિશ્વના અનેક દેશોમાં મોંઘવારીએ માઝા મૂકી છે. પાકિસ્તાન જેવા કંગાળ દેશોમાં પણ 1 કપ ચા પીવા માટે તમારે 40 રૂપિયા ચૂકવવા પડે છે.

ચાલો વિશ્વના અલગ અલગ દેશોમાં મોંઘવારી વિશે વાત કરીએ

ઝિમ્બાબ્વે:

ઝિમ્બાબ્વેમાં પણ મોંઘવારી છે. અહીંયા વર્ષ 2019થી સ્થિતિ કફોડી બની છે. વર્ષ 2019માં અહીંયા મોંઘવારી દર 255 ટકા સુધી પહોંચ્યા પછી 2020માં તે 557 ટકા સુધી પહોંચી ગયો હતો. તેના પછી વર્ષ 2021માં તે 99.25 ટકા સુધી પહોંચ્યો છે.

વેનેઝુએલા:

સૌથી વધુ મોંઘવારીનો દર વેનેઝુએલામાં જોવા મળી રહ્યો છે. વર્ષ 2018માં અહીંયા મોંઘવારી દર 65,374 ટકા સુધી વધ્યો હતો. વર્ષ 2019માં સ્થિતિ થોડી કાબૂમાં આવતા મોંઘવારી દર ઘટીને 19906.2 ટકા, 2020માં 2035 ટકા રહ્યો. વેનેઝુએલામાં 1.5 કિલો ચોખાની કિંમત 10 લાખ બોલિવર છે.

સુદાન:
સુદાનમાં અત્યારે ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે. વર્ષ 2020માં અહીંયા 163.26 ટકા મોંઘવારી દર હતો. જે અત્યારે 197 ટકા પહોંચી ગયો છે. જોકે આગામી વર્ષોમાં તે ઓછી થવાની સંભાવના છે.

ઉત્તર કોરિયા:

તાનાશાહી માટે કુખ્યાત એવા ઉત્તર કોરિયા પણ મોંઘવારીના માર હેઠળ દબાયેલું છે. વર્ષ 2021માં ઉત્તર કોરિયામાં મોંઘવારી દર 66.42 ટકા રહેવાનો અંદાજ છે. તેના કારણે ઉત્તર કોરિયામાં બ્લેક ટીના એક પેકેટની કિંમત 5167 રૂપિયા છે. એક કિલો કેળા માટે 3300 રૂપિયા ચૂકવવા પડશે.

આર્જેન્ટિના:
આર્જેન્ટિનામાં હાલ મોંઘવારી દર વધી રહ્યો છે. હાલમાં અહીંયા 48 ટકા મોંઘવારી દર છે.

 પાકિસ્તાન:

ભારતના દુશ્મન એવા પાકિસ્તાનમાં પેટ્રોલ 137.79 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 134.48 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળે છે. અહીંયા એક કપ ચા માટે 40 રૂપિયાની ચૂકવણી કરવી પડે છે. દૂધના ભાવ પણ 105 રૂપિયાથી વધીને 120 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયા છે.

નોંધનીય છે કે, એક અભ્યાસ અનુસાર છેલ્લા 40 વર્ષમાં પ્રથમવાર આવશ્યક ચીજ વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી છે. આગામી દિવસોમાં વધુ મોંઘવારી માટે પણ તૈયાર રહેવું પડશે. આ વર્ષે પ્રથમવાર પ્રાઇઝ ઇન્ડેક્સ 27 ટકા વધ્યો છે.