Site icon Revoi.in

ભારતના સીએ હવે અમેરિકામાં પણ પ્રેક્ટિસ કરી શકે તે માટે પ્રયાસો શરૂ

Social Share

નવી દિલ્હી: ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની બોલબાલા સમગ્ર વિશ્વમાં છે. પરંતુ ભારતના સીએમ અમેરિકામાં પ્રેક્ટિસ કરી શકતા નથી. આગામી દિવસોમાં આ અવરોધ પણ દૂર કરવામાં આવશે. જો બંને પક્ષો સંમત થાય તો દેશના CA વ્યાવસાયિકો અમેરિકામાં પ્રેક્ટિસ કરી શકશે. હાલમાં યુકે સહિતના ઘણા દેશો સાથે આ પ્રકારનો કરાર અમલમાં છે. દેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ 100 જેટલા દેશોમાં કામ કરી રહ્યા છે.

ભારતના સીએ 100 જેટલા દેશોમાં પોતાની ક્ષમતાનો પરચો આપી રહ્યા છે. પરંતુ અમેરિકા હજુ પણ તેમની પહોંચથી બહાર છે. આનું કારણ બંને દેશો વચ્ચે માન્યતા કરારની ગેરહાજરી છે. અમેરિકા અને ભારતની શિક્ષણ પદ્વતિમાં તફાવતને કારણે આ કરાર થઇ શક્યો નહીં.

જ્યારે  યુજીસી અને યુકેના એનએઆરઆઈસીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને માસ્ટર ડિગ્રીની સમકક્ષ માન્યતા આપ્યા બાદ અમેરિકામાં  ભારતનો દાવો મજબૂત થયો છે. એવું માનવામાં આવે છે કે બિડેન શાસન દરમ્યાન બંને પક્ષો પરસ્પર માન્યતા કરાર પર સંમત થઈ શકે છે. જેની બાદ ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમેરિકા જઈને ઓડિટ કરી શકશે.

કેનેડા, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને વેલ્સ સહિત લગભગ 1 ડઝન દેશો સાથે ભારતના આવા કરાર છે. આ કરારને કારણે ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ દેશોમાં પ્રેક્ટિસ કરવા માટે સક્ષમ છે. એક દેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બીજા દેશમાં પ્રેક્ટિસ કરી શકે છે પરંતુ ઓડિટ કરી શકતા નથી.

નોંધનીય છે કે, લાંબા સંઘર્ષ બાદ આખરે યુજીસીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને પોસ્ટ ગ્રેજ્યુએશન લાયકાતનો દરજ્જો આપ્યો છે. યુકેના NARIC એ ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને RQF7 નો દરજ્જો આપ્યો છે જે માસ્ટર ડિગ્રીની સમકક્ષ છે. આ પછી પરસ્પર માન્યતા સમજૂતી માટે અમેરિકામાં ભારતનો દાવો મજબૂત થયો છે.