Site icon Revoi.in

ઑગસ્ટ મહિનામાં IPO મારફતે ભંડોળ એકત્રીકરણ ઐતિહાસિક ટોચ પર, 18,243 કરોડ રૂપિયા એકત્ર કર્યા

Social Share

નવી દિલ્હી: ભારતના શેરબજારમાં જોવા મળેલી તેજીનો ફાયદો અનેક કંપનીઓએ IPO લૉન્ચ કરીને ફંડ એકત્રીકરણ માટે કર્યો છે. ઑગસ્ટ મહિનામાં IPO મારફતે ભંડોળ એકત્રીકરણ ઐતિહાસિક ટોચની દ્રષ્ટિએ બ્લોકબસ્ટર રહ્યું છે. ઑગસ્ટ મહિનામાં અત્યારસુધી 8 કંપનીઓએ IPO મારફતે 18,243 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે જે નવેમ્બર 2017 પછી સૌથી વધુ ભંડોળ એકત્રીકરણ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નવેમ્બર 2017માં જે ત્રણ કંપનીઓએ IPO મારફતે ભંડોળ એકત્રીકરણ કર્યું હતું જેમાં સરકારી માલિકીની વીમા કંપની ન્યૂ ઇન્ડિયાન ઇન્સ્યોરન્સ કંપનીએ 9600 કરોડ રૂપિયા, HDFC સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીએ 8695 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

ભારતીય શેરબજારમાં જોવા મળતી તરલતા, ક્વોલિટી તેમજ નવા બિઝનેસના ઉદયને કારણે IPO મારફતે આટલું ભંડોળ એકત્રીકરણ શક્ય બન્યું છે. ઉપરાંત બંને વર્ષ દરમિયાન માર્કેટનું મોમેન્ટમ મજબૂત રહ્યું છે.

મૂડીબજારના વિશ્લેષ્કોનું કહેવુ છે કે, “તંદુરસ્ત આઇપીઓ માર્કેટ એ મૂડીબજારોની લાંબા ગાળાની વાઇબ્રન્સીની ચાવી છે. નવા વ્યવસાયો અને ઉદ્યોગસાહસિકો જેઓ વ્યવસાયને ફરીથી વ્યાખ્યાયિત કરે છે તેઓ મૂડી ફાળવણીની કાર્યક્ષમતામાં સુધારો માટે મહત્વપૂર્ણ છે. તે અર્થમાં, અમે એવુ માનીએ છીએ કે જે આઇપીઓ માર્કેટ લગભગ એક દાયકાથી સક્રિય ન હોય તે પાછું આવી શકે છે અને ટકી શકે છે.

ઑગસ્ટમાં ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક પણ ઐતિહાસિક નવી ઉંચાઇએ પહોંચ્યા અને અત્યારસુધીમાં 6.4 ટકા વધ્યા છે પરંતુ બોર્ડર માર્કેટે નબળો દેખાવ કર્યો છે, જેમાં અગાઉના મહિને બેન્ચમાર્ક કરતાં વધુ ઝડપી તેજી દેખાડ્યા બાદ BSE મિડકેપ ઇન્ડેક્સ 0.6 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 3 ટકા ઘટ્યા છે.