- આગામી સપ્તાહથી વર્ષ 2021ના આઇપીઓની સિઝન થશે શરૂ
- સીઝનનો પહેલા આઇપીઓ ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનનો આવશે
- IRFC આ IPOથી 4633 કરોડ રૂપિયા એકત્ર કરશે
નવી દિલ્હી: આગામી સપ્તાહથી વર્ષ 2021ની નવી IPOની સીઝન શરૂ થઇ રહી છે. પ્રથમ આઇપીઓ 18 જાન્યુઆરીએ ખુલશે અને 20 જાન્યુઆરીએ બંધ થશે. ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન આઇપીઓથી 4633 કરોડ રૂપિયા એકત્ર કરશે. IPOની કિંમત 25 થી 26 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના પછી ઇન્ડિગો પેઇન્ટ્સો આઇપીઓ આવશે જે 20 જાન્યુઆરીએ ખુલીને 22 તારીખે બંધ થશે.
પ્રાપ્ત વિગતો અનુસાર IRFC સરકારી કંપની છે તેમાં ઓછામાં ઓછા 275 શેર માટે અરજી કરી શકાસે. એક લોટમાં આશરે 575 શેર્સ રાખવામાં આવ્યા છે. મહત્તમ 13 લોટ માટે અરજી કરી શકાય છે. કુલ 178 કરોડ શેર જારી કરવામાં આવશે. રેલવેની કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ કોર્પોરેશન અગાઉ જ આઇપીઓ લાવી ચુકી છે. રેલ વિકાસ નિગમનો આઇપીઓ પણ ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે.
આ પછી પેઇન્ટ સેક્ટરની કંપની ઇન્ડિયો પેઇન્ટ પમ આઇપીઓ લાવી રહી છે. ઇન્ડિગો પેઇન્ટ્સ IPO મારફતે 1000 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખી રહી છે. ઇન્ડિગો પેઇન્ટ્સમાં સિકોઇયા કેપિટલની મોટી હિસ્સેદારી છે. ગત સપ્તાહે સેબીએ આ IPO માટે મંજૂરી આપી હતી. કંપની 300 કરોડ રૂપિયા માટે શેર જારી કરશે. ઓફર ફોર સેલ થકી 58.40 લાખ શેર્સ જારી કરવામાં આવશે. તેમાં સિકોઇયા કેપિટલ તેમજ પ્રમોટર્સ હેમંત જાલાન પોતાની હિસ્સેદારી વેચશે.
(સંકેત)