- દેશભરમાં ચાઇનીઝ મોબાઇલ કંપનીઓ પર દરોડા
- આઇટી વિભાગે ઓપો, શાયોમી જેવી કંપનીઓ વિરુદ્વ કાર્યવાહી કરી
- દિલ્હી, ગુરુગ્રામ, મુંબઇ ઓફિસ ખાતે રેડ
નવી દિલ્હી: દેશભરમાં આવેલી ચીની મોબાઇલ કંપનીઓ સામે IT વિભાગે સપાટો બોલાવ્યો છે. દેશમાં આવેલી અનેક ચીની કંપનીઓ સામે IT વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે સવારે જ સમગ્ર દેશમાં આ કંપનીઓ પર રેડ શરૂ કરવામાં આવી છે અને એક સાથે અનેક રાજ્યોમાં સ્થિત કંપનીઓમાં એક સાથે સપાટો બોલાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લુરુ, મુંબઇ, નોઇડા, ગુરુગ્રામ સહિતના શહેરોમાં દરોડા પાડીને સર્ચ કરવામાં આવી રહ્યું છે.
નેપાળે પણ ચીનની અનેક કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હોવાના સમાચાર વહેતા થયા હતા.
અત્યારે OPPO, Xiaomi જેવી કંપનીઓ સામે આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે. કંપનીઓના તમામ મોટા અધિકારીઓ, ડાયરેક્ટરો, CFO જેવા મોટા અધિકારીઓ સામે રેડ કરવામાં આવી રહી છે.
અત્રે જણાવવાનું કે, દેશની સંસદમાં કેન્દ્ર સરકારે આપેલ જાણકારી અનુસાર 80 ચીની કંપનીઓ વેપાર કરી રહી છે જ્યારે 92 કંપનીઓ નોંધાયેલી છે.