- માળીયામાં રાખ્યા હતા 142 કરોડ
- IT રેડ વખતે અધિકારીઓની આંખો પહોળી થઇ ગઇ
- કંપનીના 550 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો પણ પકડાયા
નવી દિલ્હી: આવકવેરા વિભાગને એક દરોડા દરમિયાન માળિયામાંથી 142 કરોડની રોકડ મળતા અધિકારીઓની આંખો પહોળી થઇ ગઇ હતી. હૈદરાબાદની એક ફાર્મા કંપનીની ઑફિસમાંથ આવકવેરા વિભાગના અધિકારીઓને 142 કરોડની રોકડ હાથ લાગી હતી.
આ અંગે આવકવેરા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, દસ્તાવેજોની ચકાસણી કરતા માલૂમ પડ્યું હતું કે, કંપનીએ તો 550 કરોડ રૂપિયાની કમાણીનો ક્યાંય ઉલ્લેખ જ નથી કર્યો. આ કંપની વિશ્વના 50થી વધુ દેશમાં ભારતમાં ઉત્પાદિત દવાઓની નિકાસ કરે છે.
દરોડા દરમિયાન અનેકવિધ બેંક લૉકરની પણ બાતમી મળી હતી જેમાં 16 લોકર ચાલુ છે દરોડા દરમિયાન અત્યારસુધીમાં 142.87 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કુલ 550 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. આ કંપની ફાર્મા સામગ્રી વગેરેનું ઉત્પાદન કરે છે. મોટા પાયે તેની દવાઓની નિકાસ અમેરિકા અને દુબઇ થાય છે.
CBDT અનુસાર હજુ તપાસ ચાલી રહી છે. આ કંપની અમેરિકા, દુબઇ ઉપરાંત આફ્રિકા તેમજ યુરોપના દેશોમાં પણ દવાની નિકાસ કરે છે.
ડિજીટલ મીડિયા, પેન ડ્રાઇવ, દસ્તાવેજો વગેરેના સ્વરૂપમાં ગુના સાબિત કરાનારા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને જૂથ દ્વારા બનાવેલ SAP અને ERP સોફ્ટવેરથી ડિજીટલ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. હેટરો ગ્રૂપ ભારત, ચીન, ઇજિપ્ત, રશિયા અને ઇરાનમાં કેન્દ્રો ધરાવે છે.